તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:સિહોર ગૌતમેશ્વર ખાતે સુવિધાના અભાવે પ્રવાસીઓને ભારે હાલાકી

સિહોર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધાર્મિક તેમજ રમણીય સ્થળ હોવાથી લોકોની રહેતી ભીડ
  • તળાવના કિનારે બાકડા સહિતની સુવિધા વધારવા અને સ્થળનો વિકાસ કરવા માંગ

સારા વરસાદને કારણે સિહોરના હાર્દ સમા ગૌતમેશ્વર તળાવમાં સારા પ્રમાણમાં નવા નીરની આવક થવા પામી છે. અને ઘણા વરસ બાદ ગૌતમેશ્વર તળાવની સપાટી ઓવરફલો થવા આવી છે. આથી અહીં પ્રવાસીઓ બહોળી સંખ્યામાં આવે છે. પણ અહીં તળાવના તટ પર બેસવા માટે સારી પાળી પણ ન હોવાને કારણે પ્રવાસીઓમાં આ બાબતે ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.

એક સમયે ગૌતમેશ્વર તળાવના તટ પર સારી પાળી હતી. જયાં બેસીને પ્રવાસીઓ ગૌતમેશ્વર તળાવ અને આજુબાજુની ગિરિમાળાઓનો અદભુત નજારો નિહાળી શકતા હતા. જે-તે સમયના નગરપાલિકાના સતાધીશો દ્વારા અહીં ગુણવત્તાયુકત પાળી બનાવવામાં આવી હતી અને બાંકડા મૂકવામાં આવ્યા હતા. સમય જતાં આ પાળી તૂટવા લાગી અને આજે આ પાળી ફકત શોભાના ગાંઠિયા સમાન રહી જવા પામી છે. સિહોરના ગૌતમેશ્વર તળાવના તટ પર પ્રવાસીઓને આકર્ષી શકે તેવી કોઇ પણ સુવિધા ઊભી કરવામાં આવી નથી જેથી અહીં મુલાકાતીઓની સંખ્યામાં વધારો થાય. સિહોરવાસીઓ ઉપરાંત સમગ્ર જિલ્લાભરમાંથી શ્રધ્ધાળુઓ ગૌતમેશ્વર મહાદેવના દર્શનાર્થે આવે છે. રવિવારે અહીં ભારે ભીડ પણ હોય છે. દર્શન બાદ લોકો પ્રાકૃતિક સૌંદર્ય માટે તળાવના તટ પર જતાં હોય છે. પરંતુ અહીં પ્રથમ નજરે જ તૂટેલી પાળી નજરે તરી આવે છે. બેસવા માટે બાંકડા પણ નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો