• Home
  • Utility
  • Toltax compulsory by Fastag from January 15, sticker will last for 5 years, different color sticker by vehicle

ફાસ્ટેગ / સ્ટિકર 5 વર્ષ સુધી ચાલશે, વાહન પ્રમાણે જુદા જુદા કલરનું સ્ટિકર હશે, બેંક અકાઉન્ટ સાથે લિંકઅપ કરાવવાની કોઇ જરૂર નથી

Toltax compulsory by Fastag from January 15, sticker will last for 5 years, different color sticker by vehicle

  • ઝડપથી ફાસ્ટેગ મળી રહે તે માટે લોકો ઓનલાઈન ફાસ્ટેગ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે
  • બેંકમાં અને ફાસ્ટેગની વેબસાઇટ પર ઓનલાઈન ફાસ્ટેગ ખરીદી શકાય
  • ફાસ્ટેગની મુદત વધતા સ્ટિકર લગાવનારા વાહનચાલકોની સંખ્યા 30 ટકા વધી છે

Divyabhaskar.com

Jan 16, 2020, 02:36 PM IST

યુટિલિટી ડેસ્ક. ફાસ્ટેગ ખુદ એક એક વોલેટ છે તેને બેંક અકાઉન્ટ સાથે લિંકઅપ કરાવવાની કોઇ જરૂર નથી. એક સ્ટિકર પાંચ વર્ષ સુધી ચાલશે. ફાસ્ટેગની મુદત વધતા સ્ટિકર લગાવનારા વાહનચાલકોની સંખ્યા 30 ટકા વધી છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવેલ સર્વેમાં જણાવ્યા પ્રમાણે, અત્યારે રાજકોટમાં 52 ટકા વાહનચાલકોએ ફાસ્ટેગ પોતાના વાહનમાં લગાવ્યા છે.

બેંકોમાં અને ફાસ્ટેગની વેબસાઇટ http://www.fastag.org/ પર ઓનલાઈન ફાસ્ટેગ ખરીદી શકાય છે. બેંક અધિકારીઓના જણાવ્યા મુજબ, બેંકને ફાસ્ટેગની સપ્લાય ઝડપથી મળતી નથી. ઓર્ડર લખાવ્યા બાદ ત્રણ ચાર દિવસે ફાસ્ટેગ મળે છે. રાજકોટની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)દ્વારા અંદાજે 500 થી વધુ ફાસ્ટેગ એલોટમેન્ટ થયા છે. ઝડપથી ફાસ્ટેગ મળી રહે તે માટે લોકો ઓનલાઈન કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ચાર્જ કરતા વધુ પૈસા વિડ્રોલ થઈ ગયા હોય કે અન્ય કોઈ ફરિયાદ હશે તો તેની સમસ્યા ઓનલાઈન જ કરવાની રહેશે. બેંક અધિકારીના જણાવ્યા પ્રમાણે, જો કે હજુ ફાસ્ટેગને લઈને કોઈ ફરિયાદ સામે નથી આવી.

વાહન પ્રમાણે જુદા જુદા કલરનું સ્ટિકર

વાહન પ્રકાર કલર ટેગ ફી ડિપોઝિટ ફર્સ્ટ ટાઈમ
કાર,વેન, જીપ વાયોલેટ 100, 200, 200
મિનિ લાઈટ કોમર્શિયલ વાહન વાયોલેટ 100, 200, 200
લાઈટ કોમર્શિયલ વ્હિકલ ઓરેન્જ 100, 300, 200
બસ,ટ્રક, 3 એક્સેલ યલો 100, 700, 500
બસ, ટ્રક,2 એક્સેલ ગ્રીન 100, 400, 300
ટ્રક, ટ્રેલર, 4-5-6 એક્સેલ પિંક 100, 1000, 600
ટ્રક 7 એક્સેલ અને તેથી વધુ બ્લૂ 100, 1000, 600
અર્થ મૂવિંગ અને હેવી બ્લેક 100, 1000, 1000

આ ડોક્યુમેન્ટ વિના ફાસ્ટેગ મળશે નહીં
રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી) બુક,વ્હિકલ નંબર આવી જાય તેવો એક ફોટો, અરજદારનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, આધારકાર્ડ, આધારકાર્ડમાં એડ્રેસ પ્રૂફ ન હોય તો પાનકાર્ડ અને જન્મતારીખ ન નોંધાયેલી હોય તો તેનો પુરાવો, ડ્રાઈવિંગ લાયસન્સ.


ફાસ્ટેગ વિનાના વાહનો આડેધડ ઘૂસ્યાં

કેન્દ્ર સરકારે 15 જાન્યુઆરીથી ફાસ્ટેગ દ્વારા ટોલટેક્સ ફરજિયાત કર્યો છે. અગાઉ 15 ડિસેમ્બરથી ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવ્યો હતો, પરંતુ એક મહિનાની મુદ્દત વધારી હતી. સમગ્ર રાજ્યમાં બુધવારથી ટોલ પ્લાઝા પરથી પસાર થતા ટેક્સપાત્ર વાહનોમાં ફાસ્ટેગના નિયમ લાગુ કરી દેવામાં આવ્યા હોવાથી સવારથી ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.

રાજકોટથી જૂનાગઢ-સોમનાથ જતા રસ્તામાં ભરૂડી અને પીઠડિયા ટોલ પ્લાઝા પર બુધવારે સવારથી ફાસ્ટેગ ન લગાવ્યું હોય તેવા વાહનચાલકોએ આડેધડ લાઈન કરી દેતા 1 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો જેના કારણે જે વાહનમાં ફાસ્ટેગ લગાવેલ હોય તે વાહનચાલકોએ પણ કલાકો સુધી રાહ જોવી પડી હતી. બંને ટોલ પ્લાઝા પર 1 લાઈન કેશમાં ટેક્સ ભરવાની અને બાકીની 5 લાઈન ફાસ્ટેગની કરી દેવામાં આવી અને જે વાહનોમાં ફાસ્ટેગનું સ્ટિકર લગાવેલું ન હતું તે વાહનો પણ ફાસ્ટેગની લાઈનમાં ઘૂસી જતા ટ્રાફિક જામ થયો હતો. રોકડમાં ટોલટેક્સ સ્વીકારવાની એક જ લાઈન રાખતા વાહનચાલકો હેરાન થયા હતા. ફાસ્ટેગ વિનાના વાહનચાલકોએ નિયત કરતા બમણો ટેક્સ ચૂકવવો પડ્યો હતો.

X
Toltax compulsory by Fastag from January 15, sticker will last for 5 years, different color sticker by vehicle

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી