તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Today Is The General Meeting Of The District Panchayat, Friday Of The Municipality, The Last Meeting Of The District Panchayat Is On Monday As The Term Of The Member Expires In The Month Of December.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:અાજે જિ.પં.ની સામાન્ય સભા, પાલિકાની શુક્રવારે, સદસ્યતા મેળવનારાની મુદ્દત ડિસેમ્બર માસમાં પૂરી થતી હોઇ સોમવારે જિલ્લા પંચાયતની છેલ્લી બેઠક

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

કચ્છ જિલ્લા પંચાયતની આજે સોમવારે સામાન્ય સભા મળવાની છે. બીજી બાજુ ભુજ નગરપાલિકાએ પણ 27મી નવેમ્બર શુક્રવારે સામાન્ય સભા બોલાવવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે.સ્થાનિક સ્વરાજની નવેમ્બર 2015ની ચૂંટણી બાદ ડિસેમ્બરમાં સદસ્યતા મેળવનારાની મુદ્દત ડિસેમ્બર માસમાં પૂરી થઈ રહી છે, જેથી જિલ્લા પંચાયતે છેલ્લી સામાન્ય સભા 23મી નવેમ્બર સોમવારે બોલાવવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. જે આજે ઉઘડતી કચેરીએ સમિતિખંડમાં મળવાની છે.

બીજી બાજુ, ભુજ નગરપાલિકાએ પણ વધુ એક અને સંભવત્ છેલ્લી સામાન્ય સભા 27મી નવેમ્બર શુક્રવારે બોલાવવાનો કાર્યક્રમ પણ ઘડી કાઢ્યો છે. જોકે, જિલ્લા પંચાયતની સામાન્ય સભા સિવાય ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષને બોલવાની તક મળતી નથી, જેથી અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં પછડાટ ખાધા બાદ અાજની જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષ ઠંડો રહે છે કે, વિપક્ષની ભૂમિકા નિભાવી શાસક પક્ષને ભીડે છે એ જોવાનું રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો