તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Today Akshay Nome: Tridev Is Pleased To Worship The Ambala Tree, Ambala Is The Abode Of Munigan And Gods Including Brahma, Vishnu, Mahesh

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂજા વિધા:આજે અક્ષય નોમ: આંબળાના વૃક્ષની પૂજા કરવાથી ત્રિદેવ પ્રસન્ન થાય છે, આંબળામાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સહિત મુનિગણ અને દેવતાઓનો વાસ હોય છે

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે અક્ષય નોમ છે. મહિલાઓ આજના દિવસે આંબળાના વૃક્ષ સાથે જ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરે છે. આ દિવસે સારા સ્વાસ્થ્ય, સંતાન સુખ અને સમૃદ્ધિની કામનાથી પૂજા અને વ્રત કરાય છે. નોમના દિવસે સ્નાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે. આ દિવસે આંબળાના વૃક્ષ નીચે ભોજન બનાવીને જમવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. શાસ્ત્રી દિલીપ પંડ્યાએ જણાવ્યું હતું કે, પદ્મપુરાણ પ્રમાણે આંબળાનું વૃક્ષ સાક્ષાત વિષ્ણુનું જ સ્વરૂપ છે.

તેનો સ્પર્શ કરવાથી બેગણું અને પ્રસાદ સ્વરૂપે તેના ફળનું સેવન કરવાથી ત્રણ ગણું ફળ મળે છે. ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે, તેના મૂળમાં ભગવાન વિષ્ણુ, ઉપર બ્રહ્મા, સ્કંદમાં રૂદ્ર, શાખાઓમાં મુનિગણ, ડાળીઓમાં દેવતા, પાનમાં વસુ, ફૂલમાં મરૂદગણ અને ફળમાં પ્રજાપતિનો વાસ થાય છે. એટલે ગ્રંથોમાં આંબળાને સર્વદેવયી કહેવામાં આવે છે.

વ્રતની પૂજન વિધિ અને એનું મહત્ત્વ
મહિલાઓએ આંબળાના જડમાં પાણી ચઢાવ્યા બાદ દૂધ ચઢાવવું જોઇએ. ચઢાવેલું થોડું દૂધ અને તે માટી માથા ઉપર લગાવવી જોઇએ. પૂજન સામગ્રીઓથી વૃક્ષની પૂજા કરો, તેની ડાળીમાં કાચો સૂત્તર કે નાળાછડી 8 પરિક્રમા કરીને લપેટો. કોઇ સ્થાને 108 પરિક્રમા પણ કરાય છે. પૂજન પછી પરિવાર અને સંતાનની સુખ-સમૃદ્ધિની કામના કરીને વૃક્ષની નીચે બેસીને પરિવાર અને મિત્રો સાથે ભોજન ગ્રહણ કરવું જોઇએ.

અક્ષય નોમના રોજ આંબળાના વૃક્ષના પૂજનથી મહિલાઓને અખંડ સૌભાગ્ય મળે છે. કોળાની પૂજા કરવાથી ઘરમાં શાંતિ અને સંતાન વૃદ્ધિ સાથે લાંબુ આયુષ્ય પણ મળે છે. આ તિથિએ ભગવાન રાધા-કૃષ્ણની પૂજા કરવાથી શાંતિ, સદભાવ, સુખ અને વંશ વૃદ્ધિ સાથે પુનર્જન્મના બંધનથી પણ મુક્તિ મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો