તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અંગ્રેજીમાં પર્યાવરણ બચાવવા, રાષ્ટ્રીય નેતાનો નિબંધ પૂછાયો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • ધો.12 સા.પ્ર.અંગ્રેજીના પેપરથી છાત્રો નિરાશ

ભરૂચ: ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષાનું અંગ્રેજી વિષયનુંં પ્રશ્નપત્ર ટ્વીસ્ટેડ અને લેન્ધી નિકળતા વિદ્યાર્થીઓ થોડા નિરાશ થયા હતા. જોકે ગ્રામરના કેટલાક સવાલો એકદમ સરળ હતુ. અંગ્રેજીના વિષય શિક્ષકે જણાવ્યું હતુ કે, પેપરમાં પૂછાયેલ નિબંધો હાલની પરીસ્થિતિને અનુરૂપ છે. 

ટ્વીસ્ટેડ સવાલોના કારણે વિદ્યાર્થીઓ મુંઝવાયા
પર્યાવરણને કેવી રીતે બચાવવું, મનપસંદ રાષ્ટ્રીય નેતા અને પુસ્તકો તમારા બેસ્ટ મિત્રો જેવા વિષયો પર નિબંધ પુછાયા હતા. જે વિદ્યાર્થીઓ સરળતાથી લખી શકે તેવા હતા.જોકે પેપર થોડું લેન્ધી અને કેટલાક સવાલો ટ્વીસ્ટેડ હતા જેના કારણે વિદ્યાર્થીઓ મુંઝવાયા હતા. પરંતુ આવા પ્રશ્નો માંડ 7થી 8 માર્કસના હતા.બુધવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું અંગ્રેજી અને ગુજરાતી દ્વિતિય ભાષાનું પેપર હતું. જેમાં ભરૂચ જિલ્લાના કેન્દ્રોમાં ધો12ના 9,214 પરિક્ષાર્થીઓ પૈકી 209 ગેરહાજર હતા અને 9,005 વિદ્યાર્થી હાજર હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો