રસપ્રદ કિસ્સો / નહેરુને બોધપાઠ આપવા માટે લોહિયાએ ઈન્દિરા ગાંધીને ચૂંટલો ખણ્યો હતો

To give Nehru a lesson, Lohia won the election of Indira Gandhi

  • વાંચો પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે સંકળાયેલા ત્રણ કિસ્સા.
  • આ એ કિસ્સા છે જે લોકતંત્રમાં તેમના વિશ્વાસને મજબૂત કરે છે. 
     

DivyaBhaskar.com

May 09, 2019, 11:16 PM IST

ઈલેક્શન ડેસ્કઃ પ્રથમ કિસ્સો 1963નો છે. યુપીની ફર્રુખાબાદ લોકસભા સીટથી પેટાચૂંટણી જીતીને સંસદ પહોંચેલા રામમનોહર લોહિયા શૂડો-સેક્યુલર જેવા શબ્દોથી નહેરુ પર હુમલા કરતા હતા પણ નહેરુએ ક્યારેય તેને અંગત હુમલા તરીકે નહોતા લીધા. એકવાર સંસદમાં બસ્તરમાં સામૂહિક દુષ્કર્મની ઘટના અંગે ચર્ચા થઈ રહી હતી અને નહેરુ સંસદ છોડી જતા રહ્યા હતા. બીજા દિવસે સંસદ પરિસરમાં જ લોહિયાએ ઈન્દિરા ગાંધીને ચૂંટલો ખણ્યો. તેના પછી નહેરુએ વળતો જવાબ આપ્યો. તમારી દીકરીને પીડા થઈ તો તાત્કાલિક બોલી પડ્યા, કાલે જ્યારે બસ્તરની દીકરીઓ સાથે દુષ્કર્મ પર ચર્ચા થતી હતી તો તમે સંસદ છોડીને કેમ જતા રહ્યા હતા. નહેરુ કંઈ ના બોલ્યા.

બીજો કિસ્સો - અમુક દિવસ પછી જ્યારે પાકિસ્તાને અક્સાઈ ચીનના ભાગને ચીનના હવાલે કરી દીધો હતો. તેના પર ભારતમાં ભારે નારાજગી હતી કેમ કે ભારત તેને પોતાનો ભાગ માને છે. સંસદમાં તેના પર ચર્ચા દરમિયાન નહેરુએ કહ્યું કે અક્સાઈ ચીન એક ઉજ્જડ વિસ્તાર છે. તેના અંગે લોહિયાએ ઊભા થઇને કહ્યું કે તમે પણ ટોલિયા છો, તમારા માથામાં વાળ નથી ઊગતા, તો શું તેને પણ કાપી નાખીએ. નહેરુએ તેનું પણ ખોટું ના લગાડ્યું.

ત્રીજો કિસ્સો તેનાથી પણ રસપ્રદ છે. લોહિયાના કહેવા પર એક મહિલા સંસદના પરિસરમાં આવી ગઈ અને નહેરુ જેવા ગાડીમાંથી ઉતર્યા કે મહિલાએ નહેરુનો કોલર પકડી લીધો અને કહ્યું કે ભારત સ્વતંત્ર થઇ ગયું, તમે દેશના પીએમ બની ગયા, મને શું મળ્યું? તેના પર નહેરુનો જવાબ હતો. તમને એ મળ્યું કે તમે દેશના વડાપ્રધાનનો કોલર પકડીને ઊભા છો.

X
To give Nehru a lesson, Lohia won the election of Indira Gandhi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી