ગોધરા / યુવતીની સગાઇ તોડાવવા પ્રેમીએ સગાઇ કરેલા યુવકને અશ્લીલ ફોટા મોકલ્યા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • યુવતીના અશ્લીલ ફોટા વાયરલ કરીને સગાઇ તોડી નાખતાં યુવતીના પિતાએ પોલીસ મથકે ફરીયાદ નોધાવી

દિવ્ય ભાસ્કર

Mar 19, 2020, 11:50 AM IST

ગોધરાઃ ગોધરાના યુવતીની સગાઇના દિવસે સગાઇ કરેલ યુવકના મોબાઇલ ઉપર અને ફેસબુક પર યુવતીના અશ્લીલ ફોટા વાયરલ કરીને સગાઇ તોડી નાખતાં યુવતીના પિતાએ પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી.

મારે છોકરી સાથે પ્રેમ સંબધ ચાલે છે. કહીને અશ્લીલ ફોટા મોબાઇલ પર મોકલ્યા
ગોધરાની યુવતીની સગાઇ અન્ય યુવક સાથે સોમવારે થઇ હતી. સગાઇના દિવસે જ રામપુરનો જયદિપ બારીઆએ યુવતીની સગાઇ થયેલ યુવકને ફોન કરીને કહ્યુ કે મારે છોકરી સાથે પ્રેમ સંબધ ચાલે છે. કહીને તેને અશ્લીલ ફોટા મોબાઇલ પર મોકલ્યા હતા. પોતાના સગાઇ થયેલ યુવતીના અશ્લીલ ફોટા જોઇ યુવકે પિતાને વાત કરતાં યુવકના પિતા યુવતીને ઘરે આવીને સગાઇ તોડી નાખી હતી. રામપુરના જયદિપે યુવતીના અશ્લીલ ફોટા ફેસબુક પર મુકીને તેમજ સગાઇ કરેલા યુવકના મોબાઇલ પર વાયરલ કરતાં યુવતીના પિતાએ પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી