તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Tiger Shroff Announces Heropanti 2 ' And Shared Film Posters

ટાઈગર શ્રોફે ‘હિરોપંતી 2’ની જાહેરાત કરીને ફિલ્મના પોસ્ટર્સ રિલીઝ કર્યાં

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ‘બાગી 3’ બાદ ટાઈગર શ્રોફ હવે ‘હિરોપંતી 2’માં જોવા મળશે. ટાઈગરે હાલમાં જ પોતાની આ ફિલ્મની જાહેરાત કરી હતી અને ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો હતો.

સોશિયલ મીડિયામાં તસવીરો શૅર કરી
ટાઈગરે ‘હિરોપંતી 2’ના બે પોસ્ટર્સ શૅર કર્યાં હતાં. એક પોસ્ટરમાં ટાઈગર શ્રોફ બંદૂકો વચ્ચે ઘેરાયેલો છે અને બીજા પોસ્ટરમાં ટાઈગર શ્રોફ સૂટ બૂટમાં અને હાથમાં ગન સાથે જોવા મળે છે. આ તસવીરો શૅર કરીને ટાઈગરે કહ્યું હતું, આ તેના માટે ખાસ છે. આ ફ્રેન્ચાઈઝીને આગળ લઈ જવામાં તે ઘણો જ આનંદ અનુભવે છે. બંને પોસ્ટર્સ જોઈને લાગે છે કે આ ફિલ્મ એક્શનથી ભરપૂર હશે.

‘હિરોપંતી’થી ટાઈગરે ડેબ્યૂ કર્યું હતું
વર્ષ 2014માં રિલીઝ થયેલી ‘હિરોપંતી’થી ટાઈગર શ્રોફ તથા ક્રિતિ સેનને બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ રોમેન્ટિક-એક્શન ફિલ્મને સાજીદ નડિયાદવાલાએ પ્રોડ્યૂસ કરી હતી. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ ‘પરુગુ’ રીમેક છે. આ ફિલ્મને સબીર ખાને ડિરેક્ટ કરી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. 

‘બાગી 3’ના પ્રમોશનમાં વ્યસ્ત
ટાઈગર શ્રોફ હાલમાં ‘બાગી 3’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 6 માર્ચે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, અંકિતા લોખંડે, રિતેશ દેશમુખ, જેકી શ્રોફ છે. દિશા પટની તથા ટાઈગર વચ્ચે સ્પેશિયલ સોંગ શૂટ કરવામાં આવ્યું છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો