કોરોના ઇફેક્ટ / વિમાની મુસાફરોમાં 30 %નો ઘટાડો,ટીકિટ ઘટીને 5 હજાર આસપાસ

એરપોર્ટને લાઈફ ડિટેકશન મશીન, વિક્ટીમ લોકેટ ઈક્વિટમેન્ટ સહિતના સાધનોથી સજ્જ કરવામાં આવ્યું છે.
એરપોર્ટને લાઈફ ડિટેકશન મશીન, વિક્ટીમ લોકેટ ઈક્વિટમેન્ટ સહિતના સાધનોથી સજ્જ કરવામાં આવ્યું છે.

  • ભુજથી મુંબઇની એકમાત્ર એરઇન્ડિયા ફલાઇટ  છતા મુસાફરોમાં મોટો ઘટાડો
  • સાવચેતીના પગલે એરપોર્ટ ઓથોરિટી લાઇફ ડિટેક્શન મશીન સહિતના સાધનોથી સજ્જ 

દિવ્ય ભાસ્કર

Mar 18, 2020, 10:13 AM IST

ભુજઃ રાજયમાં કોરોના વાયરસના ભયને પગલે સરકાર દ્વારા અનેક પરિપત્રો અને સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. કોરોના વાયરસના લીધે ભુજથી મુંબઇ માટે એકમાત્ર સેવા આપતી એર ઇન્ડિયા ફલાઇટના મુસાફરોમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. તો એરપોર્ટ ઓથોરીટીએ સાવચેતીના પગલે લાઇફ ડિટેક્શન સહિતના સાધનો વસાવ્યા છે.
ભુજથી મુંબઇથી ફલાઇટ સેવા પર કોરોના વાયરસની અસર પડી છે
કોરોના વાયરસના ભયને કારણે રવિવારે રાજય સરકાર દ્વારા સ્કુલ, કોલેજ, મોલ, સિનેમાઘર તેમજ સામાજીક-સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી તેમજ મેળા-મલાખડા રદ્દ કરવા આદેશ કર્યો છે. તો બીજી તરફ કોઇપણ જગ્યાએ સમુહમાં એકઠા થવા પર ટાળવા જણાવ્યું હતું. ભુજથી મુંબઇથી ફલાઇટ સેવા પર કોરોના વાયરસની અસર પડી છે. વાયરસના ભયને કારણે મુસાફરોમાં 30 ટકા જેટલો ઘટાડો નોંધાયો હોવાનું એરપોર્ટ ઓથોરીટીએ જણાવ્યું હતું. કચ્છમાં એકપણ પોઝીટીવ કેસ દેખાયો નથી છતાં તકેદારીના ભાગરૂપે લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે તો પોતાના ઘરથી દુર કાંઇ કામે ગયેલા લોકો પણ પરત ઘરે ફરી રહ્યા છે. એરપોર્ટ ઓથોરીટી દ્વારા ભુજ એરપોર્ટને લાઈફ ડિટેકશન મશીન, વિક્ટીમ લોકેટ ઈક્વિટમેન્ટ સહિતના સાધનોથી સજ્જ કરવામાં આવ્યું છે.
1.75 લાખની કિંમતનું વિકટીમ લોકેટ મશીન પણ આવ્યું છે
ડાયરેકટર નવનીત ગુપ્તાએ વિગતો આપતાં જણાવ્યું કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ડિઝાસ્ટર સંદર્ભે 2 કરોડની કિંમતના જુદા – જુદા સાધનો ફાળવ્યા છે, જેમાં 50 લાખની કિંમતનું લાઈફ ડિટેકશન મશીન છે, જે કાટમાળમાં દબાયેલી વ્યક્તિને તેના ધબકારા પરથી શોધી શકશે. જિલ્લામાં આ પ્રથમ મશીન આપત્તિના સમયે મશીનની જરૂર હશે તેને ફાળવવામાં આવશે. 1.75 લાખની કિંમતનું વિકટીમ લોકેટ મશીન પણ આવ્યું છે, જેમાં 16 એલઈડી છે અને 16 મિટરની રેન્જ ધરાવે છે.આ મશીનની મદદથી કાટમાળ નીચે કોઈ વ્યક્તિ દબાયેલ છે કે કેમ તે જાણી શકાશે.
ટીકિટ ઘટીને 5 હજાર આસપાસ
ભુજથી મુંબઇ જવા માટે એર ઇન્ડિયા દ્વારા 15થી 20 હજારની આસપાસ ભાડુ વસુલાતું હતું. એર ઇન્ડિયા એકમાત્ર ફલાઇટ ભુજ એરપોર્ટ પર સેવા આપે છે ત્યારે લોકો વધારે ભાડુ ખર્ચીને પણ મુસાફરી કરતા હતા. કોરોના વાયરસને કારણે 30 ટકા જેટલો ઘટાડો મુસાફરોમાં નોંધાયો છે તો ટીકિટ પણ 5 હજાર આસપાસ પહોંચી ગઇ છે. ઓનલાઇન વેબસાઇટો પર ભુજથી મુંબઇ રિર્ટન ટીકિટ 10 હજાર રૂપીયા દેખાઇ હતી.


X
એરપોર્ટને લાઈફ ડિટેકશન મશીન, વિક્ટીમ લોકેટ ઈક્વિટમેન્ટ સહિતના સાધનોથી સજ્જ કરવામાં આવ્યું છે.એરપોર્ટને લાઈફ ડિટેકશન મશીન, વિક્ટીમ લોકેટ ઈક્વિટમેન્ટ સહિતના સાધનોથી સજ્જ કરવામાં આવ્યું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી