• Home
  • National
  • Three weeks lockdown likely to hit economy of Rs 9 lakh crore

અહેવાલ / ત્રણ સપ્તાહના લોકડાઉનથી દેશના અર્થતંત્રને રૂપિયા 9 લાખ કરોડનો ફટકો પડવાની શક્યતા

કોરોના વાઈરસને લીધે દેશભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન રહેશે
કોરોના વાઈરસને લીધે દેશભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન રહેશે

  • અર્થતંત્ર પર લોકડાઉનની અસર અંગે બાર્કલેઝ બેન્કનો રિપોર્ટ
  • બાર્કલેઝે આ વર્ષ જીડીપી ગ્રોથના અંદાજમાં 2 ટકા ઘટાડો કર્યો 

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 03:50 PM IST

નવી દિલ્હીઃ કોરોના વાઈરસને લીધે દેશમાં ત્રણ સપ્તાહના લોકડાઉનને લીધે એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળાના જીડીપી ગ્રોથમાં મોટા પ્રમાણમાં ઘટાડો થશે. તેનાથી સમગ્ર વર્ષના ગ્રોથને પણ અસર થશે. લોકડાઉનને લીધે દેશને આશરે 120 અબજ ડોલર (9.12 લાખ કરોડ)નું નુકસાન થઈ શકે છે. તે કુલ જીડીપીના 4 ટકા જેટલું છે. આ બાબતને ધ્યાનમાં રાખી જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડવામાં આવ્યો છે. અહેવાલ પ્રમાણે આ વર્ષ જીડીપી ગ્રોથમાં 2 ટકા ઘટાડો થઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે જાહેરાત કર્યા બાદ બાર્કલેઝ બેન્કે અર્થતંત્ર પર અસરને લઈ રિસર્ચ રિપોર્ટ તૈયાર કર્યો છે.

આ વર્ષ ગ્રોથનો અનુમાન 4.5 ટકાથી ઘટીને 2.5 ટકા કર્યો
બાર્કલેઝ ઈન્ડિયાના ચીફ ઈકોનોમિસ્ટ રાહુલ બજોરિયાએ કહ્યું છે કે ચાર સપ્તાહ સંપૂર્ણપણે દેશ બંધ અને ત્યારબાદ આઠ સપ્તાહ આંશિક બંધ માનીને અહેવાલ તૈયાર કર્યો છે. 2020માં ગ્રોથનો અંદાજ 4.5 ટકાથી ઘટી 2.5 ટકા અને સંપૂર્ણ નાણાકીય વર્ષ (2020-21) માટે 5.2 ટકાથી ઘટાડી 3.5 ટકા કર્યા છે. પણ, આગામી વર્ષ ગ્રોથમાં તેજીની આશા દર્શાવી છે. તેમના મતે 2021માં જીડીપી ગ્રોથ 8.2 ટકા નાણાકીય વર્ષ 2021-22માં 8 ટકા રહેશે.

આરબીઆઈ ઓગસ્ટ સુધી વ્યાજ દરોમાં 1.65 ટકા ઘટાડો કરી શકે છે
બેન્કનો અગાઉ એવો અંદાજ હતો કે સંભવિત મંદીને જોતા આરબીઆઈ વ્યાજ દરોમાં 65 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરશે, પણ હવે એવું કહેવામાં આવે છે કે રેટ કટ વધારે પ્રમાણમાં હશે. બાર્કલેઝના અહેવાલ પ્રમાણે આરબીઆઈ એપ્રિલની નાણાં નીતિ સમીક્ષામાં 65 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરશે. જૂન-ઓગસ્ટની સમીક્ષાઓમાં 100 બેસિસ પોઇન્ટનો ઘટાડો થવાની આશા છે. આ ઉપરાંત બોન્ડ ખરીદી અને બેન્કોને વધારે પ્રમાણમાં રોકડ ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા પણ જારી રહેશે.

સરકારની રાજકોષિય ખાધ 3.5 ટકાને બદલે 5 ટકા રહેવાનો અંદાજ

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જીડીપી ગ્રોથમાં ઘટાડાને લીધે સરકારે નાણાકીય લક્ષ્યાંક હાંસલ કરવો મુશ્કેલ બનશે. આ સંજોગોમાં આરબીઆઈ પાસે રકમની માંગ કરવામાં આવી શકે છે. જોકે, આ મુદ્દા પર કંઈ પણ કહેવું અત્યારે ઉતાવળ હશે. બાર્કલેઝે સરકારના આર્થિક ખાધના અંદાજને જીડીપીના 3.5 ટકાની તુલનામાં 5 ટકા દર્શાવ્યો છે.

X
કોરોના વાઈરસને લીધે દેશભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન રહેશેકોરોના વાઈરસને લીધે દેશભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન રહેશે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી