તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિમણૂંક:પોશીના તાલુકામાં ત્રણ પશુ ચિકિત્સકોની ભરતી કરાઇ

લાંબડીયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રીને રજૂઆત કરાઇ હતી

જિલ્લાના આદિવાસી બહુલ પોશીના તાલુકામાં મહત્તમ પ્રજા માત્ર ખેતીવાડી અને પશુપાલન પર જ નભે છે. સમગ્ર તાલુકામાં ત્રણ પશુ દવાખાના છે પરંતુ વર્ષોથી ત્રણેય દવાખાના વિભાગની બેદરકારીને કારણે સૂના ભાસી રહ્યા હતા. આ અંગે ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ભગત, પોશીના તાલુકા ભાજપ પ્રમુખ સોમજીભાઈ ખૈર, મહામંત્રી રૂમાલભાઈ ધ્રાંગી, ચીમનભાઈ ગમાર વગેરેની રજૂઆતને ધ્યાને લઈ નવા ચૂંટાયેલ રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાએ પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાને પત્ર લખી સમસ્યાનો ઉકેલ લાવવા જણાવતા સંબંધિત વિભાગ દ્વારા સત્વરે પોશીના તાલુકાના ત્રણેય પશુ દવાખાનામાં પશુ ચિકિત્સકની ભરતી કરવા સહિત રાજ્ય સરકારની 1962 પશુ હેલ્પલાઇન અને એમ્બ્યુલન્સ સેવા પણ તાલુકા મથક પોશીના અને તાલુકાના મુખ્ય વેપારી મથક લાંબડીયામાં ચાલુ કરાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો