તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આત્મહત્યા:દાહોદ જિલ્લામાં ત્રણે જીવન ટૂંકાવ્યું: ગરબાડામાં પ્રેમીપંખીડાનો ફાંસો પ્રેમીનું મોત, પ્રેમિકા સારવાર હેઠળ

દાહોદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • દાહોદ જિલ્લાના ગરબાડા, પાટિયા અને ફુલપુરા ગામમાં આત્મહત્યાના બનાવો
  • યુવકને તેના કરતાં બે વર્ષ મોટી યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો
  • પરિવાર આવી જતાં બંનેને માંચડેથી ઉતારી દવાખાને ખસેડ્યા હતા

ગરબાડા તાલુકાના ભે ગામના રહેતા પ્રેમીપંખીડાએ ફાંસો ખાઇ જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. બન્નેને દાહોદની ઝાયડસમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પૂર્વે પ્રેમીનું મોત નિપજ્યું હતું જ્યારે પ્રેમીકાની હાલત નાજુક સ્થિતિમાં છે. આ સંદર્ભે ગરબાડા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગરબાડા તાલુકાના ભે ગામના 18 વર્ષિય પંકજભાઇ ભુરીયાને તેનાથી બે વર્ષ મોટી 20 વર્ષિય અંજુબેન સંગોડ સાથે પ્રેમ સંબંધ બંધાતા એકબીજાના પ્રેમમાં બન્ને જણા ગળાડુબ થયા હતા અને બન્ને જણા એકમેક વિના રહી શકે તેમ ન હતા. પરંતુ સમાજ સંબંધો નહી સ્વિકારે તેવા વિચારે બન્ને પ્રેમી યુવકના ઘરમાં મળ્યા હતા. જીવન ટુંકાવી દેવાના ઇરાદે બન્નેએ સવારના 11 વાગ્યાના અરસામાં ફાંસો ખાઇ લીધો હતો.

આ બાબતની જાણ થતાં પરિવારના સભ્યોએ બન્નેને માચડેથી ઉતારી 108 દ્વારા દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ પ્રેમી યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે પ્રેમીકા યુવતી હાલ પણ જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઇ રહી છે. આ બાબતની જાણ ગરબાડા પોલીસને કરવામાં આવતાં પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કર્યો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો