તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મંદીની પરાકાષ્ઠા:રૂ.100ની લાંચ લેવા ત્રણ પોલીસ ગયા, ACBના છટકામાં ઝડપાયા

અમદાવાદએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાયકવાડ હવેલી પાસે PCR વાનનો આતંક
  • જમાલપુર APMC પાસે વેપારીઓને પરેશાન કરી રોજ હપતા માગતા હતા

ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની પીસીઆર વાનમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારી એક ટામેટાંના વેપારી પાસેથી રૂ. 100નો હપતો સ્વીકારતા રંગેહાથ ઝડપાયા છે. એસીબીએ ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જમાલપુર એપીએમસી શરૂ થયા બાદ ત્યાં બહારથી માલ લઈને આવતા વેપારીઓને સ્થાનિક પોલીસ દ્વારા હપતાની માગણી કરી પરેશાન કરવામાં આવતા હોવાની અનેક ફરિયાદો ઊઠી હતી. દરમિયાન એક શાકભાજીના વેપારી પાસેથી રોજરોજ હપતાની માગણી કરી હેરાન કરવામાં આવતા વેપારીએ એસીબીનો સંપર્ક સાધ્યો હતો.

આ અંગે વેપારીએ એસીબીને ફરિયાદ કરતા બુધવારે વહેલી સવારે એસીબી પીઆઈ કે.પી. તરેટિયા અને સ્ટાફે જમાલપુર જગન્નાથ મંદિરના ગેટ નંબર 4 પાસે લાંચનું છટકું ગોઠવ્યું હતું. વેપારી ટામેટા ભરેલંુ વાહન લઈને આવ્યા હતા. તે વખતે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની પીસીઆર વાનમાં ફરજ બજાવતા પીસીઆરના ઓપરેટર પ્રભુદાસ નાનજીભાઈ ડામોર,(રહે. રાણીપ પોલીસ લાઈન), હેડ કોન્સ્ટેબલ ક્રિશ્ના અરવિંદભાઈ બારોટ (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, બાપુનગર) અને પોલીસ કોન્સ્ટેબલ દિલીપચંદ્ર ગુલાબચંદ્ર બારોટ (રહે. આર્ય રેસિડેન્સી, સૈજપુર નરોડા રોડ) ટામેટાં વેચવા વાહન ઊભું રાખવા માટે રૂ.100ના હપતાની માગણી કરી સ્વીકારતા રંગેહાથ પકડાઈ ગયા હતા.

શાકભાજીવાળા આ લોકોથી ત્રસ્ત હતા
પીસીઆરવાનનું કામ લોકોને તાત્કાલિક મદદ કરવાનું છે, પરંતુ અહીં ઊલટું છે. જમાલપુર શાકભાજી માર્કેટની આસપાસ પીસીઆર વાન વેપારીઓ અને શાકભાજીના પાથરણાંવાળાને પરેશાન કરી તેમની પાસેથી રોજિંદો હપતો ઉઘરાવતા હોવાની ફરિયાદો એસીબીની સતત મળી હતી. દરમિયાન આ છટકામાં ત્રણ પોલીસ કર્મચારીઓ લાંચ લેતા પકડાઈ ગયા હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો