• Home
  • National
  • Three people arrested for spreading rumors about Corona

કાર્યવાહી / ઘરમાં આઈસોલેશન બાદ પણ ગામમાં ફરવા નિકળેલી વ્યક્તિ સામે કેસ દાખલ, કોરોના વિશે અફવા ફેલાવનાર ત્રણની ધરપકડ કરાઈ

Three people arrested for spreading rumors about Corona

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 04:13 PM IST

અલવરઃ રાજસ્થાનમાં અલવર જિલ્લાના શાહજહાપુર પોલીસ સ્ટેશને કોરોના વાઈરસના સંક્રમણ સમયે એક વ્યક્તિ સામે ઘરમાં આઈસોલેશન બાદ પણ ગામમાં ફરવા બદલ કેસ દાખલ કર્યો છે. ભિવાડી પોલીસ વડા અમનદીપ સિંહે જણાવ્યું હતું કે શાહજહાપુર પોલીસને માહિતી મળતા ફોલાદપુર ગામના રહેવાસી રાહુલ યાદવ જાપાનથી આવ્યા છે,જેમને ઘરમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. રાહુલના હાથ પર આ અંગે સીલ પણ લગાવવામાં આવ્યો છે.

રાહુલ ઘરથી પોતાના આઈસોલેશનને તોડી વારંવાર ઘરની બહાર જવા અંગે પૂછપરછ કરતા તેણે કહ્યું હતું કે ડોક્ટર સતત ગેરમાર્ગે દોરી રહ્યા છે. તે જાપાનથી આવ્યો છે, અને દરેકની અંદર કોરોના વાઈરસ થોડો છે. તે ગમે ત્યાં ફરી શકે છે, મારે ક્યાં જવુ અને ન જવું તે અંગે હું અધિકાર ધરાવુ છું. આ અગાઉ રાહુલને બહાર નહીં નિકળવા અને પરિવારજનોને સલાહ આપવામાં આવી હતી કે તે ડોક્ટરની પરવાનગી વગર આ પ્રકારનું કામ ન કરે. હવે પોલીસે કેસ દાખલ કર્ય છે અને તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ વડાએ કહ્યું હતું કે કોઈ પણ આઈસોલેશનમાં રહેલી વ્યક્તિ જો બહાર ફરતી દેખાય તો તે અંગે પોલીસને જાણ કરવી.

કોરોના વાઈરસ અંગે અફવા ફેલાવનાર ત્રણ વ્યક્તિની ધરપકડ

બાડમેરઃ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં સોશ્યલ મીડિયા પર કોરોના વાઈરસ અંગે અફવા ફેલાવવા બદલ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે જિલ્લાના રામસર તાલુકાના ખારિયા રાઠોડાન નિવાસી લુકમાન, ગડરારોડ ક્ષેત્રના વાસુદેવ અને ઈકબાલની સોશિયલ મીડિયા પર કોરોના વાઈરસના સંક્રમણની ખોટી માહિતી આપતા વિડિયો બનાવવા અને ફેલાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

X
Three people arrested for spreading rumors about Corona

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી