રોગચાળો / વાતાવરણમાં પલ્ટો, અમદાવાદમાં ડેન્ગ્યુથી એક વિદ્યાર્થિની સહિત 3ના મોત, હોસ્પિટલો હાઉસફુલ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • અમદાવાદમાં ડેન્ગ્યુથી મૃત્યુઆંક 16 થયો
  • હવે વરસાદ પડશે તો સ્થિતિ વધુ ગંભીર બનશે
  • વાદળછાયા વાતાવરણ વચ્ચે બેવડી ઋતુ

Divyabhaskar.com

Oct 21, 2019, 12:39 PM IST

અમદાવાદ: અમદાવાદમાં ડેન્ગ્યૂ, મલેરિયા સહિતના મચ્છરજન્ય રોગચાળાનો વકર્યો છે. ત્યારે અમદાવાદમાં ડેન્ગ્યુથી બીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની સહિત 3 લોકોના મોત નીપજ્યાં છે. આ સાથે મૃત્યુઆંક 16 થતા સ્થિતિ વધુ ગંભીર બની છે. ડેન્ગ્યુથી થતા મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. હાલ વાતાવરણમાં પલ્ટો છે. ગુજરાતમાંથી વરસાદની વિદાય બાદ વહેલી સવારે અને રાત્રે ગુલાબી ઠંડી અને બપોરે તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચે છે. જેથી બેવડી ઋતુના કારણે લોકો બીમારીમાં સપડાઈ રહ્યાં છે. દર્દીઓની સંખ્યામાં વધારો થતા સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલો હાઉસફુલ થઈ ગયા છે.

વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી
ઘાટલોડિયામાં રેવમણી હોલની બાજુની સંસ્કૃતી સોસાયટીમાં રહેતી અને સેન્ટ ઝેવિયર્સમાં બીજા ધોરણમાં ભણતી 8 વર્ષની બાળકીને ડેન્ગ્યૂ થતા તેને ડ્રાઇવીન રોડ પર માનવમંદિરની સામે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. ડેન્ગ્યૂના કારણે જમાલપુર અને વસ્ત્રાલમાં અન્ય બે લોકોના મોત થયા છે. દિવાળીના આડે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. એક તરફ બેવડી ઋતુનો અનુભવ અને બીજી તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જો હવે વરસાદ પડશે તો રોગચાળો વધુ ફેલાશે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી