તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કમોસમી વરસાદ:સિહોરમાં સાડા ત્રણ ઇંચ, ઘોઘામાં પોણા બે અને ભાવનગરમાં દોઢ ઇંચ

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યાર્ડમાં ખુલ્લામાં રાખેલી ડુંગળીની 10 હજાર ગુણો પલળી ગઇ
  • આસોમાં અનરાધાર : ખેડૂતો માટે પડ્યા ઉપર પાટા સમાન કહેર વર્ષા, ગાજવીજ સાથે મેઘરાજા ત્રાટક્યા

હસ્ત (હાથિયો) નક્ષત્ર ન વરસતા ગોહિલવાડ પંથકાના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો અને હવે જ્યારે પાકની લલણી શરૂ કરાઇ છે તેમજ યાર્ડમાં વેચાણ શરૂ થયું છે ત્યારે આજે સવારે એકાએક મેઘમહેર મેઘકહેર બનીને ત્રાટકી હતી. સિહોરમાં સાડા ત્રણ ઇંચ, ઘોઘામાં પોણા બે ઇંચ અને ભાવનગર શહેરમાં દોઢ ઇંચથી વધુ વરસાદ વરસી જતા પાકને ભારે નુકશાન થયું છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની અસર હેઠળ ભાવનગર શહેર અને સિહોર તથા ઘોઘામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા ડીબાંગ વાદળો ગગનમાં ચડી આવ્યા બાદ ગાજવીજ સાથે અષાઢી ધારાએ વરસાદ વરસવો શરૂ થયો હતો. આ વરસાદ ખાસ તો ખેડૂતો માટે પડ્યા ઉપર પાટા સમાન બની રહયો છે. અગાઉ અતિવૃષ્ટિ જેવા વરસાદથી સહન કર્યા બાદ આજે આસોમાં અનરાધાર વરસતા ખેતરોમાં લલણી કરેલા પાક તેમજ વેચવા માટે તૈયાર કરી ખુલ્લામાં રાખેલા પાક પલળી જતા ધરતીપુત્રોને નુકશાન વેઠવું પડ્યું હતુ.કપાસ, મગફળી, બાજરી સહિતના પાકને નુકશાન થયું હતું.

આજે ભાવનગર શહેરમાં 37 મી.મી. વરસાદ વરસી જતાં આ સિઝનમાં શહેરમાં કુલ વરસાદ 1041 મી.મી. થઇ ગયો છે જે વાર્ષિક એવરેજ વરસાદ 689 મી.મી.ના 150.99 ટકા થઇ ગયો છે. મેપાનગરમાં વીજળી પડતા એક ઘરમાં ઈલે. ઉપકરણો બળી ગયા હતા. ભાવનગર યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી તેમજ ડુંગળીની દસેક હજાર ગુણો પલળી જતાં ભારે નુકસાનીના અહેવાલ મળ્યા છે. ગારિયાધારમાં હળવા ઝાપટા વરસ્યા હતા.

સિહોરમાં એક કલાકમાં સાડાત્રણ ઈંચથી વધુ વરસાદ
સિહોર પંથકમાં બપોરના શુમારે સતત એક કલાક સુધી અનરાધાર વરસાદ વરસ્યો હતો. સાડા ત્રણ ઇંચથી વધુ મુશળધાર વરસાદ ખાબકતા સિહોરમાં રોડ પર પાણી પાણી થઇ ગયા હતા. ટુ-વ્હીલર તો ઠીક ફોર વ્હીલરો પણ રોડ પરથી માંડ માંડ પસાર થઇ શકતા હતા.સિહોર ઉપરાંત વળાવડ, મોટાસુરકા, સોનગઢ, અમરગઢ, ધ્રુપકા, સાગવાડી સહિતના ગામોમાં સારો એવો વરસાદ વરસી જવા પામેલ. આ વરસાદથી બાજરો, શીંગ,કપાસ સહિતના પાકોને વ્યાપક નુકસાન થવા પામેલ છે. અગાઉ સતત વરસેલા વરસાદને કારણે મોટા ભાગના ધરતીપુત્રોનો તલનો પાક સાવ નિષ્ફળ ગયો હતો. અત્યારના વરસાદને કારણે બાજરા અને મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતાં ધરતીપુત્રોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો