તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હાલાકી:વરસાદથી ભીના થયેલાં ગલગોટાનાં હજારો કિલો ફૂલ રસ્તા પર ફેંકી દેવાં પડ્યાં

મુંબઇ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

બે દિવસ પડેલા વરસાદને લીધે ખેતરમાં ઊભેલા ગલગોટાના ફૂલ ભીંજાઈ જવાથી ખેડૂતોએ મોટુ નુકસાન સહન કરવું પડ્યું છે. બીજી તરફ કોરોના સંક્રમણના ડરથી નવરાત્રીમાં પણ ગ્રાહકોનો ઝાઝો પ્રતિસાદ ન મળવાથી વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા. પરિણામે શનિવારે હજારો કિલો ગલગોટાના ફૂલ દાદરની ફૂલબજારની બહાર રસ્તા પર ફેંકી દેવા પડ્યા. આ કચરો ખાતર નિર્મિતી માટે ધારાવીમાં મોકલવામાં આવ્યો હતો.

ગલગોટાના ફૂલમાં પાણી ગયા બાદ એ સૂકાવા માટે ઘણો સમય લાગે છે. જોકે નવરાત્રીના પ્રથમ દિવસે ગલગોટાના ફૂલ મુંબઈની બજારમાં જવા જરૂરી હોવાથી ખેડૂતોએ ભીના ફૂલો મુંબઈ મોકલ્યા. લોકડાઉનને કારણે અત્યારે મંદિરો બંધ છે. માતાજીની મૂર્તિની સ્થાપના કરતા સાર્વજનિક મંડળોના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું છે. તેથી શનિવારે દાદરની ફૂલગલ્લીમાં ગલગોટાના ખરીદી માટે વધુ ગ્રાહકો નહોતા. જે કંઈ થોડી ખરીદી થઈ એમાં ગલગોટાના ભીના ફૂલોનો કિંમત ન ઉપજી. માલ લઈને આવતા વાહનોએ પોતાના ક્રેટ ખાલી કરવાના હોય છે. તેથી ગલગોટાના બધા ફૂલો રસ્તા પર ફેંકી દેવામાં આવ્યા. સાંગલી, સાતારા, કોલ્હાપુરથી મુંબઈ શહેરને ગલગોટાના ફૂલોનો પુરવઠો થાય છે. દરેક વાહનમાં લગભગ 5000 કિલો ગલગોટા પ્રમાણે 15 થી 20 વાહનો શનિવારે મુંબઈ પહોંચ્યા. પણ ફૂલો ભીના હોવાના કારણે અને ગ્રાહકો ન હોવાથી તમામ ફૂલો ફેંકી દેવા પડ્યા.

મંદિરો ખુલ્યા હોત તો ઘણો ફરક પડ્યો હોત: અત્યારે બજારમાં ઉપલબ્ધ ગલગોટાનો દર વર્ષની સરખામણીએ ફક્ત 10 થી 25 ટકા જ ઉપાડ છે. મંદિરો ખુલ્યા હોત તો ઘણો ફરક પડ્યો હોત એવી માહિતી દાદરની ફૂલબજારના કાર્યાધ્યક્ષ રાજેન્દ્ર હિંગણેએ આપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો