ન્યૂ લોન્ચ / થોમસને પોતાનું સ્માર્ટ ટીવી લોન્ચ કર્યું, કિંમત ₹ 30 હજારથી શરૂ

Thomas launches his smart TV, the price starts from 30 thousand
X
Thomas launches his smart TV, the price starts from 30 thousand

  • થોમસનનું આ ટીવી ચાર ડિસ્પ્લે સાઈઝમાં ઉપલબ્ધ થશે
  • તમામ વેરિઅન્ટમાં 4K રિઝોલ્યૂશન એલઈડી પેનલ અને એચડીઆર સપોર્ટ મળશે
  • કંપનીની ઓફિસિઅલ વેબસાઈટ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ડ પરથી ખરીદી શકાશે

Divyabhaskar.com

Jun 14, 2019, 01:33 PM IST

ગેજેટ ડેસ્ક. થોમસને ભારતમાં તેની લેટેસ્ટ ટીવી રેન્જ લોન્ચ કરી છે. કંપનીએ પોતાની ઓફિસિઅલ એન્ડ્રોઈડ ટીવી રેન્જ 42 થી 65 ઈંચ સુધી ચાર સ્ક્રીન સાઈઝમાં માર્કેટમાં મૂકી છે. આ ટીવીની કિંમત રૂપિયા 29,999થી શરૂ થાય છે. આ સ્માર્ટ એલઈડી ટીવી ઓફિશિઅલ એન્ડ્રોઈ ટીવી સોફ્ટવેર માટે લેટેસ્ટ વર્ઝન એન્ડ્રોઈડ ઓરિયો બેઝ્ડ છે. ભારચમાં વેચાણ કરવા માટે થોમસને ભારતીય સુપર પ્લાસ્ટ્રોનિક પ્રાઈવેટ લિમિટેડ સાથે ભાગીદારી કરી છે. આ ટીવી ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પરથી પણ ખરીદી શકાશે. 

1

વેરિઅન્ટસ અને કિંમત

વેરિઅન્ટસ અને કિંમત

થોમસનનું આ લેટેસ્ટ સ્માર્ટ એલઈડી ટીવી ચાર સ્ક્રીન સાઈઝ ઓપ્શન સાથે ઉપલબ્ધ થશે. જેમાં 43 ઈંચ વર્ઝનની કિંમત 29,999 રૂપિયા, 50 ઈંચની 34,999 રૂપિયા, 55 ઈંચની 38,999 રૂપિયા અને 65 ઈંચની 59,999 રૂપિયા રાખવામાં આવી છે. 

2

ખાસિયત

ખાસિયત

ઓફિશિઅલ એન્ડ્રોઈડ ટીવી એક મોસ્ટ પોપ્યુલર સ્માર્ટ ટીવી ઈન્ટરફેસ છે. કારણ કે, આ ટીવી અનેક એપ અને સર્વિસનો સપોર્ટ કરે છે. આ ટીવીમાં પહેલાંથી જ  પ્રિ-લોડેડ એપ ગૂગલ પ્લે મૂવી, ગૂગલ પ્લે મ્યૂઝિક, યૂટ્યૂબ અને નેટફ્લિક્સનો સમાવેશ થાય છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી