તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અચ્છે દિન:આ વર્ષે કૃષિકારોને 90% ખેતીવાડી વીજજોડાણો ફાળવી દેવાયા

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતીવાડીમાં સિંચાઇ અને ઓરડીમાં રહેતા ખેડૂતોને હવે રાહત
  • હવે પછી જોડાણ માટે ખેડૂતોને વર્ષો સુધી રાહ નહિ જોવી પડે, અરજી આપ્યાનાં મહિનાઓમાં જોડાણ : ગત વર્ષે 9000 જોડાણ અપાયેલા

પી.જી.વી.સી.એલ દ્વારા અત્યારે જે ખેડૂતોએ ખેતીવાડી કનેક્શન માટે અરજી કરી હોય તેવા તમામ ગ્રાહકો ને જોડાણ આપવામાં આવી રહ્યા છે.એક સમય હતો જ્યારે ખેડૂતોએ વર્ષો સુધી ખેતીવાડી કનેક્શન માટે રાહ જોવી પડતી હતી પરંતુ હવે અરજી કર્યા નાં મહિનાઓ માં જોડાણ આપવામાં આવશે. વીજ કંપની દ્વારા આ વર્aષે કુલ 2475 ખેડૂતોએ જોડાણ માટે અરજી કરી હતી તેમાંથી 2211 જેટલા જોડાણ આપી દેવામાં આવ્યા છે. ખેતર માં ઓરડી બનાવેલ કે સિંચાઇ માટે વીજળી પર નિર્ભર રહેતા ખેડૂતો ને હવે સુવિધા થશે.

ભાવનગર રૂરલ માં 460 જેટલા કનેક્શન આપવાના હતા જે વરતેજ , સણોસરા અને વલભીપુર માં આપાયાં છે. એવા વિસ્તારો જ્યાં અત્યારે ભીની જમીન છે ફક્ત ત્યાં જોડાણ આપવામાં મુશ્કેલી પડે છે. વીજ કંપની દર વર્ષે ખેડૂતો ને વીજ જોડાણ આપતી હોય છે. જેમ જેમ વર્ષો વીતતા જાય તેમ પહેલા નો લોડ ઓછો થાય જેથી જોડાણ જલ્દી આપી શકાય. પહેલા ખેતીવાડી નાં જોડાણ આપવામાં વર્ષો લગતા હતા હવે એક થી બે મહિનામાં મળી જતું હોય છે. ગયા વર્ષે 9000 જેટલા જોડાણ આપવામાં આવ્યા હતા. જોડાણ નાં લીધે ખેડૂતો ને હવે ખૂબ સુવિધા થઈ જનાર છે.

ખેતીવાડી નાં વિસ્તારો માં પણ થ્રી ફેઝ વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે વીજ કંપની પ્રયત્નશીલ છે. આમ તો તમામ જોડાણ માર્ચ સુધીમાં આપવના હોય છે પરંતુ વીજ કંપની અત્યારે પૂરેપૂરી મહેનત થી કામ કરી રહ્યા છે જેથી વર્ષ પુરુ થતાં પહેલાં જોડાણ આપી દેવામાં આવશે. ખેડૂત જગદીશભાઈ સખપરાએ જણાવ્યું હતું કે, મેં લોક ડાઉન પહેલા પહેલા જ અરજી આપી હતી પછી લોક ડાઉન નાં લીધે કોઈ કામગીરી થઈ શકી નહિ. તા.28 સપ્ટે થી મને કનેક્શન આપવામાં આવ્યું છે. અમારે એક મોટો બોર છે અને ખેતર માં એક ઓરડી છે અમે ઉકરલા માં રહીએ છીએ અને 10 એચ.પી.નું જોડાણ મને આપવામાં આવ્યું છે. જ્યારથી જોડાણ આપ્યું ત્યારથી કોઈ તકલીફ પડતી નથી.

ભાવનગરના તમામ વિસ્તારો ગ્રીન ઝોનમાં
હવે ખેડૂતો ને સિંચાઇ માટે પાણી અને વાવણી ની સીઝન માં જો ખેતર માં રહેવું પણ હોય તો તકલીફ પડશે નહિ. શરૂઆત માં વીજ કનેક્શનો બાકી પણ ખૂબ રહેતા હતા કારણકે ખૂબ અરજીઓ આવતી હતી. વીજ જોડાણ નાં મામલે જમીન ને ગ્રીન ઝોન અને ડાર્ક ઝોન માં વિભાજીત કરવામાં આવે છે. ડાર્ક ઝોન માં ભૂગર્ભ જળ ની હાજરી નાં લીધે ખોદકામ કરી શકાતું નથી. ભાવનગર માં તમામ વિસ્તારો અત્યારે ગ્રીન ઝોન માં જ છે. > ડી.વી. લાખાણી, સુપ્રિટેન્ડેન્ડીંગ એન્જિનિયર, પી.જી.વી.સી.એલ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો