ગૌરવ / 26 વર્ષીય બિપાશા ત્રિપુરાની પ્રથમ મહિલા એર ટ્રાફિક કન્ટ્રોલર બની, રોજ 28 ફ્લાઇટની અવર-જવર પર નજર રાખે છે

This Tribal Girl From Tripura Just Became The State's First Woman Air Traffic Controller

  • બિપાશાએ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ફિલ્ડમાં બી.ઈ કર્યુ છે
  • 'નેટ જિઓ' ચેનલ પર 'એર ક્રેશ ઇન્વેસ્ટિગેશન' શો જોઈને એર ટ્રાફિક કન્ટ્રોલર બનવાનું નક્કી કર્યું હતું

Divyabhaskar.com

Aug 13, 2019, 12:27 PM IST

યૂથ ઝોન ડેસ્ક: 'લહરોં સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી'- આ વિધાન ત્રિપુરાના નાનકડાં ગામની રહેવાસી બિપાશા હરંગખોલે સાર્થક કરી બતાવ્યું છે. બિપાશા તેની લગન અને મહેનતથી રાજ્યની પ્રથમ મહિલા એર ટ્રાફિફ કંટ્રોલર બની છે. 10 વર્ષની ઉંમરે જોયેલું સપનું બિપાશાનું પૂરું થયું છે, પણ આ સપના માટે બિપાશાએ કરેલી સ્ટ્રગલ ઓછી આંકવા જેવી નથી.

બિપાશાએ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ફિલ્ડમાં બી.ઈ કર્યુ છે
બિપાશા ત્રિપુરાના ખોવાઈ જિલ્લાની રંગમુરા ગામની રહેવાસી છે. 10 વર્ષની ઉંમરે તે 'નેટ જિઓ' ચેનલ પર તેના પિતા સાથે 'એર ક્રેશ ઇન્વેસ્ટિગેશન' ડોક્યુમેન્ટ્રી સિરીઝ જોતી. બિપાશાના પિતા બિજોય કુમાર સ્ટેટ પાવર ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતા. તેમની નોકરીમાં ઘણી બધી વાર બદલી થયા કરતી હતી. આથી બિપાશાએ પણ અલગ-અલગ સ્કૂલમાં ભણવું પડ્યું છે. ભણવામાં બિપાશાની ધગશ જોઈને તેના પરિવારે તેને હંમેશાં સારી સ્કૂલમાં જ એડમિશન અપાવ્યું હતું. તેણે કોંકણ જ્ઞાનપીઠ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ફિલ્ડમાં બી.ઈ પૂરું કર્યું હતું.

સપના માટે નોકરી છોડી દીધી
ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી બિપાશાએ પ્રથમ નોકરી માટે ઘણી મહેનત કરી. તેણે મુથા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી શરુ કરી. પણ તેનું સપનું તો એર ટ્રાફિક કન્ટ્રોલર બનવાનું જ હતું, આથી નોકરીમાં તેનો જીવ લાગતો નહોતો. પરાણે નોકરી કરવાને બદલે બિપાશાએ તે નોકરીને તિલાંજલિ આપવાનું નક્કી કરી લીધું. 10 મહિના નોકરી કરીને તેણે ઓગસ્ટ 2016માં જોબ છોડી દીધી.

'મારા પિતાએ મને ATC બનવા માટે સપોર્ટ કર્યો'
બિપાશાએ કહ્યું કે, એર ટ્રાફિક કન્ટ્રોલરનું કામ પડદા પાછળનું છે. હજારો લોકો જે અમારા પર વિશ્વાસ રાખીને પ્રવાસ કરે છે તેમની સુરક્ષાનું ધ્યાન રાખવાની જવાબદારી અમારી છે. એક સેકન્ડની ભૂલ પણ ઘણા લોકો માટે ઘાતકી બની શકે છે.શરૂઆતમાં મને ATC એટલે શું તે ખબર નહોતી, પણ 'એર ક્રેશ ઇન્વેસ્ટિગેશન' ટીવી શોથી મને બધું ખબર પડવા લાગી. મારા પિતાએ મને ATC બનવા માટે સપોર્ટ કર્યો.

એકવાર નિષ્ફ્ળતા મળ્યા પછી બીજા ટ્રાયલે પરીક્ષા પાસ કરી
બિપાશાનો એર ટ્રાફિક કન્ટ્રોલ સુધી પહોંચવાનો રસ્તો અનેક ચેલેન્જથી ભરપૂર રહ્યો છે. બિપાશાએ કહ્યું કે મેં 20 કમ્પેટિટિવ એક્ઝામ આપી છે, જેમાંથી માંડ 4-5 પરીક્ષા ક્લિઅર શકી હતી. પણ હું ક્યારેય ફેલ્યરને લીધે નિરાશ થઈ નથી. એર કન્ટ્રોલ સેક્ટરમાં જવા માટે બિપાશાએ પ્રયત્નો ચાલુ રાખ્યા. ATC એક્ઝામિનેશનમાં પ્રથમ ટ્રાયલે વર્ષ 2015માં બિપાશાને નિષ્ફ્ળતા મળી. ત્યારબાદ મહેનત કરીને તેણે ડિસેમ્બર, વર્ષ 2017માં ફરીથી પરીક્ષા આપી અને તેમાં પાસ થઈ ગઈ.

પિતા માટે મુંબઈમાં જોબ છોડીને ત્રિપુરા આવી
બિપાશાએ અસિસટન્ટ એર ટ્રાફિક કંટ્રોલર તરીકે મુંબઈમાં છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટમાં આલ્ફા કંટ્રોલર જોઈ કર્યું. સાત મહિના સુધી અહીં તેણે જોબ કરી. પોતાના મનપસંદ ફિલ્ડમાં જોબ કરીને તે ખુશ હતી પણ અચાનક તેની પર મુસીબત આવી પડી. જૂન, 2018માં બિપાશાના પિતાને બ્રેન સ્ટ્રોક આવ્યો. ચાર લોકોનું ગુજરાન ચલાવતા તેના પિતાની તબિયત લથડવા માંડી હતી. પિતા અને પરિવારનું ધ્યાન રાખવું માટે બિપાશા મુંબઈ છોડીને ત્રિપુરા આવી ગઈ. અહીં તે સવારે 7:30થી સાંજના 8:15 સુધી એર ટ્રાફિક કન્ટ્રોલર જોબ પર ફરજ બજાવે છે અને થાક્યા વગર પરિવાર અને નોકરી એમ બંને સંભાળે છે.

સૌથી યંગ એર ટ્રાફિક કન્ટ્રોલર
ત્રિપુરાના મહારાજા બિર બિક્રમ (MBB) એરપોર્ટના ડિરેક્ટર વી. કે. શેઠે કહ્યું કે, બિપાશા સૌથી યંગ એર ટ્રાફિક કન્ટ્રોલર છે. ત્રિપુરાની પ્રથમ મહિલા એર ટ્રાફિક કંટ્રોલર છે. તે દિવસની 28 ફ્લાઇટની મુવમેન્ટ પર નજર રાખે છે.

મોટા એરપોર્ટની બદલે તે ત્રિપુરામાં ખુશ છે
એર ટ્રાફિક કંટ્રોલર ચીફ એસ. ડી બર્મને કહ્યું કે, એર ટ્રાફિક કન્ટ્રોલરનું કામ ઘણું અઘરું છે. અમે માત્ર ફ્લાઇટની અવર-જવર પર દેખરેખ રાખીએ છીએ તેવું નથી પણ એરક્રાફ્ટ ક્રેશ જેવી અણધારી ઘટના પણ હેન્ડલ કરીએ છીએ. બિપાશાનું કામ જોઈને મેં તેને દિલ્હી અને મુંબઈ જેવા મોટા એરપોર્ટ પર અનુભવ લેવા કહ્યું હતું. પણ તે ત્રિપુરામાં તેની ફેમિલી સાથે રહીને અહીં કામ કરીને ખુશ છે.

રડાર રેટિંગ્સ શીખીશ
ફ્યુચર પ્લાન વિશે બિપાશાએ કહ્યું કે, આવનારા વર્ષમાં મારું ફોકસ મારા પરિવારનું ધ્યાન રાખવાનો અને તેમના માટે ઇન્કમ સ્ટેબલ કરવાનો છે. ભવિષ્યમાં હું રડાર રેટિંગ્સ શીખવા માગું છું. પણ તે ત્યારે જ શક્ય થશે જ્યારે હું એર ટ્રાફિક કન્ટ્રોલરમાં નિપુણતા હાંસલ કરી લઈશ. મારા પિતાને ગર્વ છે કે, હું ત્રિપુરાની પ્રથમ મહિલા એર ટ્રાફિક કન્ટ્રોલર છું.

X
This Tribal Girl From Tripura Just Became The State's First Woman Air Traffic Controller
This Tribal Girl From Tripura Just Became The State's First Woman Air Traffic Controller
This Tribal Girl From Tripura Just Became The State's First Woman Air Traffic Controller
This Tribal Girl From Tripura Just Became The State's First Woman Air Traffic Controller
This Tribal Girl From Tripura Just Became The State's First Woman Air Traffic Controller
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી