• Home
  • Kutchh
  • Bhuj
  • This time the brown desert experience instead of the white desert in the yard!

કચ્છ / ધોરડોમાં વાઇટ રણના બદલે આ વખતે બ્રાઉન રણનો અનુભવ !

This time the brown desert experience instead of the white desert in the yard!

  • સફેદ રણને માણવા અનેક પ્રવાસીઓ રણમાં દૂર સુધી નિકળી જાય છે : રણમાં હજુ પણ પાણીના ખાબોચીયા ભરાયેલા
  • ચોમાસુ મોડે સુધી રહેતા સર્જાઇ સમસ્યા, પાણી સુકાયા પહેલા જ પ્રવાસીઓની અવર-જવર શરૂ જતાં કીચડનું સામ્રાજ્ય
  • વર્ષના અંતિમ સપ્તાહમાં સફેદ રણને માણવા સહેલાણીઓ ઉમટ્યા

Divyabhaskar.com

Dec 31, 2019, 09:09 AM IST
ભુજઃ ચાલુ વર્ષે પાછોતરા વરસાદના પગલે ધોરડો સફેદ રણમાં ડિસેમ્બર માસની શરૂઆત સુધી પાણી ભરાયેલા હતાં. રણમાં પાણી ભરાયેલા હોવાથી પ્રવાસીઓની સંખ્યા શરૂઆતમાં ઓછી રહી હતી. પરંતુ હવે ધીમેધીમે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે. પરંતુ હાલ ધોરડો ખાતે પ્રવાસીઓને વાઇટ રણની જગ્યાએ બ્રાઉન રણ જોવા મળી રહ્યું છે ! હજુ રણમાં ભીનાશ હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓની આવ-જાવ થતાં રણમાં કાદવ-કીચડ સર્જાયો છે. જેના પગલે આ સ્થિતિનું નિર્માણ થયું છે.
આ અંગે મળતી વિગતો મુજબ કચ્છના સફેદ રણને જોવા દેશ-વિદેશથી લોકો આવી રહ્યાં છે. કચ્છમાં આમ તો ધોરડોથી લઇને પૂર્વ કચ્છમાં એકલનું રણ, ખડીર સહિતના વિસ્તારોમાં લોકો રણ જોવા જતાં હોય છે. પરંતુ રણોત્સવના કારણે ધોરડોનો રણ દુનિયાભરમાં હાલ લોકપ્રિય થઇ ગયું છે. પરંતુ ચાલુ વર્ષે દિવાળી બાદ પણ થયેલા વરસાદના કારણે ધોરડો ખાતે રણમાં પાણી ભરાયેલા હતાં. પાણી સુકાયું ન હવાથી સફેદ રણ દેખાતું ન હતું. તેવામાં રણોત્સવના પ્રારંભિક દિવસોમાં પ્રવાસીઓની સંખ્યા પણ ઓછી રહી હતી. પરંતુ હવે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે.
જોકે આ પ્રવાસીઓને હાલ ધોરડોમાં એકદમ સફેદ રણ જોવા મળી રહ્યું નથી. કારણ કે રણમાં હજુ પણ ભીનાશ છે. કેટલિક જગ્યાએ પાણીના ખાબોચીયા પણ ભરાયેલા છે. ભીનાશના કારણે પ્રવાસીઓની હલન-ચલનના કારણે રણમાં કાદવ-કીચડ જોવા મળી રહ્યું છે. જેના પગલે સફેદ રણના બદલે હાલ ભુખરૂ રણ દેખાઇ રહ્યું છે. જેના પગલે પ્રવાસીઓ નિરાશ થઇ રહ્યાં છે. જોકે કેટલાક પ્રવાસીઓ દૂર સુધી જઇને સફેદ રણ જોવા જાય છે. પરંતુ કેટલાક પ્રવાસીઓ દૂર જવાની હિંમત કરતા નથી.
રણોત્સવમાં સ્ટેટ્યુ ઓફ યુનિટીનું પ્રદર્શન બન્યું આકર્ષણ
દર વર્ષે રણોત્સવમાં જુદી-જુદી થીમ પર પ્રદર્શન રાખવામાં આવે છે. ચાલુ વર્ષે સ્ટેટ્યુ ઓફ યુનિટીનું પ્રદર્શન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાની સાથે પાછળ સરદાર સરોવર ડેમની થ્રીડી એલઇડી સ્ક્રીન મુકવામાં આવી છે. અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે. કચ્છના રણોત્સવથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રચાર કરાઇ રહ્યો છે.
X
This time the brown desert experience instead of the white desert in the yard!
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી