હેર કેર / આ ફેસ્ટિવ સિઝનમાં આ સિરમ તમારા વાળની ખાસ કાળજી રાખશે

This serum will take special care of your hair this festive season

Divyabhaskar.com

Oct 05, 2019, 06:19 PM IST

તમારા લુક્સમાં ચેન્જ લાવવા માટે અથવા ટ્રેન્ડ ફોલો કરવા માટે દરેક યુવતી અલગ-અલગ હેર સ્ટાઇલ ફોલો કરે છે. પરંતુ કેટલીકવાર નવી હેરસ્ટાઇલ બનાવવાનું નુકસાન તમારા વાળને ભોગવવું પડી શકે છે, જેના કારણે વાળ તૂટવા લાગે છે અને નબળા થવા લાગે છે. એવામાં વાળને મજબૂત બનાવવા હેર સિરમનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત, સિરમની મદદથી વાળને જરૂરી પોષણ પણ મળી જાય છે.
તો ચાલો આજે જાણીએ હેર સિરમ કેવી રીતે તમારા વાળ માટે ફાયદાકારક છે

  • હેર સીરમમાં સિલિકોન તત્ત્વ રહેલું હોય છે, જે વાળને શાઈની, સ્મૂધ અને સિલ્કી બનાવવામાં મદદ કરે છે.
  • માત્ર થોડું સીરમ લગાવવાથી ડ્રાય અને અનમેનેજેબલ વાળ સિલ્કી અને ગૂંચ વગરના દેખાય છે.
  • હેર સીરમના ઉપયોગથી સૂર્યના હાનિકારક યુવી કિરણો અને પ્રદૂષણની ખરાબ અસર વાળ પર ઓછી થઈ જાય છે.
  • જો તમે સીરમનો ઉપયોગ સરખી રીતે કરવા માગો છો તો તેને ભીના વાળમાં લગાવો
  • જો વાળને સ્ટ્રેટ કે કર્લ કર્યા પહેલાં Livon Serum વાળમાં લગાવવામાં આવે, તો ગરમ રોડને કારણે થતા વાળ ખરાબ થવાનો ડર ઓછો થઈ જાય છે.

બ્રેડેડ બન હેરસ્ટાઇલ

1. સૌપ્રથમ વાળમાં livon Serum લગાવી લો, જેથી વાળ સરળતાથી સુંવાળા બની જશે.

2. આખા વાળને લઇને એક પોની બનાવી લો.

3. હવે એ પોનીને 2 ભાગમાં વહેંચી લો.

4. વાળના એક ભાગને લઇને તેને ગોળ ફરતો બન બનાવી લો.
5. હવે બીજા ભાગને લઇને તેની લૂઝ બ્રેડ બનાવી લો.

6. હવે એ બ્રેડને લઇને બનની ચારેબાજુ ફેરવીને પીન નાખી દો.

7. હવે તમારા વાળ પૂરી રીતે તૈયાર છે. એક salon finish લુકમાં જે તમારો ગરબા લુક વધુ ખાસ બનાવશે.

X
This serum will take special care of your hair this festive season

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી