વર્લ્ડ હેરિટેજ સપ્તાહ / આ છે ભારતની હેરિટેજ સાઈટ્સ, જે આપશે યાદગાર પ્રવાસનો અનુભવ

This is India's Heritage Sites, which will provide a memorable tour experience
This is India's Heritage Sites, which will provide a memorable tour experience

  • તાજમહાલ જેવા મધ્યકાલીન કે હમ્પી, ખજુરાહો જેવા પ્રાચીન સ્થાપત્યો ભવ્ય વારસાની પ્રતીતિ કરાવે છે
  •  વૈવિધ્યસભર ભારતમાં સ્થાપત્યોની વિરાસત પણ બહુરંગી વૈવિધ્ય ધરાવતી જોવા મળે છે
  • 19થી 25 નવેમ્બર સુધી વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવાશે

Divyabhaskar.com

Dec 27, 2019, 07:28 PM IST

પ્રિયંકા પંચાલ. વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી શરૂ થઇ છે ત્યારે આપણો દેશ વિવિધ સંસ્કૃતિઓની સાથે આર્કિટેક્ચર અને વારસા માટે પણ જાણીતો છે. વૈવિધ્યસભર વારસો આવે છે. અમદાવાદ સિટીને પણ હેરિટેજનો દરજ્જો મળેલો છે. 19થી 25 નવેમ્બર સુધી વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવાશે. લોકોને દુનિયાની સાંસ્કૃતિક, ઐતિહાસિક અને પ્રાકૃતિક ધરોહર પ્રત્યે જાગૃત કરવામાં આવે છે. દુનિયામાં એવી અનેક જગ્યાઓ છે. જે પોતાની ખાસિયતોના કારણે યૂનેસ્કોની હેરિટેજ લિસ્ટમાં સ્થાન પામી છે.યૂનેસ્કોની આ યાદીમાં કુલ 878 જગ્યાઓનો સમાવેશ થાય છે. ભારતના સુંદર તાજમહેલ સહિત કુલ 37 જગ્યાઓનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

તાજમહેલઃ પ્રણયનું મહાકાવ્ય
સ્થળઃ આગરા
વિશેષતાઃ મુગલ શાસક શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝની યાદમાં તાજમહેલ બનાવ્યો હતો. તાજમહેલ દુનિયાની સાત અજાયબીઓમાં પણ સ્થાન પામ્યું છે. આગરાનો તાજમહેલ દુનિયાભરમાં પ્રખ્યાત છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો તાજમહેલની મુલાકાત લેવા માટે આવે છે.


કેવી રીતે જશોઃ અમદાવાદથી તાજમહેલ જવા માટે ડાયરેક્ટ ટ્રેન નથી. અમદાવાદથી તાજમહેલ જવા માટે ટ્રેનમાં 15 કલાકનો સમય લાગે છે. ટ્રેનમાં સ્લીપર ક્લાકનું ભાડું 415 રૂપિયાની આસપાસ છે. જ્યારે થર્ડ એસીનું ભાડું 1,135 રૂપિયા છે. અમદાવાદથી આગરાની કોઈ સીધી ફ્લાઈટ છે. પણ દિલ્હી સુધી ફ્લાઈટ છે. દિલ્હીથી આગરા 200 કિમી દૂર છે. અમદાવાદથી દિલ્હી ફ્લાઈટનું ભાડું વ્યક્તિ દિઠ અંદાજે 3,000 રૂપિયા છે.

ખજુરાહોઃ શિલ્પકલાનો બેજોડ સંગ્રહ
સ્થળઃ ખજુરાહો, મધ્યપ્રદેશ
વિશેષતાઃ ખજુરાહો મંદિર યુનેસ્કોની લિસ્ટમાં સામેલ છે. ખજુરાહોમાં મંદિરોની ત્રણ શ્રેણી છે અને તેમાં કુલ 25 મંદિર છે. દરેક મંદિર પર માણસના જન્મથી લઈ મરણ સુધીની અવસ્થાની કલાકૃતિઓ જોવા મળે છે. મંદિરના પરિસર, દિવાલ, ગુંબજમાં બારીક નક્કાશી જોવા મળે છે. આ કલાકૃતિ ખજુરાહોની ઓળખ છે.


કેવી રીતે જશોઃ અહીં તમે ટ્રેન અને ફ્લાઈટથી પણ જઈ શકે છો. અમદાવાદથી ખજુરાહો જવા માટે કોઈ ડાયરેક્ટ ટ્રેન નથી. મધ્યપ્રદેશનાં સતના સુધી ટ્રેન જાય છે. ટ્રેનમાં 21 કલાક જેટલો સમય લાગે છે. સ્લીપર ક્લાસનું ભાડું 575 રૂપિયા છે અને થર્ડ એસીનું ભાડું 1,520 રૂપિયા છે. અમદાવાદથી ડાયરેક્ટ કોઈ ફ્લાઈટ નથી ભોપાલ સુધી જ ફ્લાઈટ જાય છે. ત્યાંથી 414 કિમી દૂર ખજુરાહો છે. અમદાવાદથી ભોપાલ ફ્લાઈટનું ભાડું લગભગ 3,000 રૂપિયા છે.

હમ્પીઃ પૂરાતન વિરાસતની સ્મરણયાત્રા
સ્થળઃ હમ્પી, કર્ણાટક
વિશેષતાઃ કર્ણાટકના બેલ્લારી જિલ્લામાં આવેલું હમ્પી દુનિયાભરમાં શ્રેષ્ઠ ફરવાલાયક સ્થળ તરીકે સ્થાન ધરાવે છે. હમ્પી 1336થી 1646 વચ્ચે વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતું. અહીં 1600થી વધારે હિંદુ મંદિર, મહેલ, કિલ્લા અને સંરક્ષિત પથ્થરોના સ્મારક છે. આ તમામ સ્મારક વાસ્તુકલાની દ્રષ્ટિએ પણ અનોખા છે. અહીં મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે.


કેવી રીતે જશોઃ અમદાવાદથી હમ્પી પહોંચવા માટે હોસ્પેટ જવું પડશે. અમદાવાદથી હોસ્પેટ પહોંચવા માટે બે ડાયરેક્ટ ટ્રેન છે જે સોમવારે અને બુધવારે અમદાવાદથી ઉપડે છે. 39 કલાકનો સમય લાગે છે. સ્લીપર ક્લાસનું ભાડું 550 રૂપિયા છે અને થર્ડ એસીનું ભાડું 1,500 રૂપિયા છે. અમદાવાદથી હુબીલની ડાયરેક્ટ ફ્લાઈટ છે. ફ્લાઈટનું ભાડું 3,200 રૂપિયા છે. હુબીલથી 163 કિમી દૂર હમ્પી આવેલું છે.

અજંતા ગુફાઃ બૌદ્ધકાળની ઝાંખી
સ્થળઃ ઔરંગાબાદ, મહારાષ્ટ્ર
વિશેષતાઃ ભારતનાં જોવાલાયક સ્થળોમાં અજંતા અને ઈલોરાની ગુફાઓનાં નામ મોખરે છે. દેશ તેમ જ વિદેશમાં આ ગુફાઓ જાણીતી છે. દર વર્ષે લાખો ટુરિસ્ટો આ ગુફાઓ જોવા આવે છે. અજંતા ઈલોરાની ગુફા મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેર નજીક આવેલું છે. આ બૌદ્ધ ગુફાઓ છે. આ ગુફાઓ પહાડને કાપી અને ઘોડાની નાળના આકારમાં બનાવવામાં આવી છે. આ ગુફાઓ વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે સ્થાન પામી છે. અહીં કુલ ૨૯ ગુફાઓ (ભારતીય પુરાતાત્વિક સર્વેક્ષણ વિભાગ દ્વારા આધિકારિક ગણનાનુસાર) છે, જે નદી દ્વારા નિર્મિત એક પ્રપાત ધોધની દક્ષિણમાં સ્થિત છે. આની નદીથી ઊંચાઈ ૩૫ થી ૧૧૦ ફીટ સુધીની છે.


કેવી રીતે જશોઃ અજંતા ઈલોરા ગુફા જવા માટે ઔરંગાબાદ સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. અમદાવાદથી અહીં જવા માટે એક જ ટ્રેન ઓખા રામેશ્વરમ એક્સપ્રેસ છે જે મંગળવારે ઉપડે છે. તેનું સ્લીપર ક્લાસનું ભાડું 405 રૂપિયા છે અને થર્ડ એસીનું ભાડું 1,100 રૂપિયા છે. અહીં પહોંચવા માટે 14 કલાકનો સમય લાગે છે. અમદાવાદથી ઔરંગાબાદની ડાયરેક્ટ ફ્લાઈટ છે. તેનું ભાડું 3,000 રૂપિયા છે.

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનઃ નિસર્ગની રમણિયતા
સ્થળઃ કાઝીરંગા, આસામ
વિશેષતાઃ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના આસામ રાજ્યના ગોલાઘાટ અને નાગાંવ જિલ્લામાં આવેલ છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનને વિશ્વ ધરોહર સ્થળ તરિકે ઘોષિત કરવામાં આવ્યું છે. ભારતીય ગેંડા પ્રજાતિના બે તૃતિયાંશ ગેંડાઓ અહીં રહે છે. સુરક્ષિત ક્ષેત્રોમાં વાઘની વસ્તીની સૌથી વધારે ગીચતા કાઝીરંગામાં છે અને તેને ૨૦૦૬માં વાઘ અભયારણ્ય જાહેર કરાયું છે. આ ઉદ્યાન એશિયાઈ હાથી, પાણીની જંગલી ભેંસ અને સાબર (બારાસીંઘા)નું ઘર છે. બર્ડ લાઈફ ઈંટરનેશનલ દ્વારા કાઝીરંગાને પક્ષીઓના સંરક્ષણ માટે મહત્ત્વપૂર્ણ સ્થળ જાહેર કર્યું છે. ભારતનાં અન્ય અભયારણ્યોની તુલનામાં કાઝીરંગાએ વન્ય જીવન સંરક્ષણમાં વધુ સફળતા મેળવી છે. પૂર્વી હિમાલયના કિનારે જૈવિક વિવિધતા ભરેલા આ ક્ષેત્રમાં વન્ય જીવનની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે.

કેવી રીતે જશોઃ બાગડોર અને જલપાઈગુડીથી રેલવે સ્ટેશનથી તમારે બાય રોડ અહીં જવું પડશે. અહીં જવા માટે ફક્ત બે જ ટ્રેન છે અને ટ્રેનમાં મુસાફરી કરવા માટે 48 કલાકનો સમય લાગે છે. સ્લીપર ક્લાસનું ભાડું 450 રૂપિયા છે અને થર્ડ એસીનું ભાડું 2,050 રૂપિયા છે. અમદાવાદથી બાગડોર અને અમદાવાદથી પાકિઓંગ એવા રૂટથી ફ્લાઈટમાં જઈ શકાય છે. અમદાવાદથી બાગડોર જવા માટે અંદાજે 5,000 રૂપિયાનું ભાડું છે.

કુતુબ મીનાર અને હુમાયુનો મકબરોઃ મુઘલકાળની ભવ્યતા
સ્થળઃ દિલ્હી
વિશેષતાઃ કુતુબ મીનાર ભારતમાં દિલ્હી શહેરના દક્ષિણ ભાગમાં આવેલા મેહરૌલી વિસ્તારમાં સ્થિત, ઈંટથી બનેલ વિશ્વનો સૌથી ઊઁચો મિનારો છે. આની ઊઁચાઈ ૭૨.૫ મીટર (૨૩૭.૮ ફુટ) અને વ્યાસ ૧૪.૩ મીટર છે, જે ઊપર જઈ શિખર પર ૨.૭૫ મી. (૯.૦૨ ફુટ) થઈ જાય છે. કુતુબ મિનાર મુળ રૂપથી સાત માળનો હતો પણ હવે તે પાંચ માળનો રહી ગયો છે. આમાં ૩૭૯ પગથીયા છે. મિનારાની ચારે તરફ બનેલા આંગણામાં ભારતીય કળાના ઘણા ઉત્કૃષ્ટ નમૂના છે, જેમાંથી અનેક આના નિર્માણ કાળ સન ૧૧૯૩ની પૂર્વેના છે. આ પરિસર યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહરના રૂપમાં સ્વીકૃત કરાયું છે.

દિલ્હીમાં તાજમહેલ બાદ પર્યટકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હુમાયુનો મકબરો છે. પ્રાચીન સ્થાપત્યકલાના ઉત્તમ નમૂના સમાન હુમાયુનો મકબરો યમુના નદીને કિનારે સ્થિત છે. આ જગ્યાને વિશ્વ ધરોહર તરીકે ઘોષિત કરવામાં આવી છે. અહીં મુગલ સમ્રાટ હુમાયુની કબર આવેલી છે. આ મકબરો ભારતની અંદર મુગલ વાસ્તુકળાનો પ્રથમ નમૂનો હતો, જે સમયે તેનું બાંધકામ કરવામાં આવ્યું ત્યારે ભારતની અંદર મુગલ વાસ્તુકળાથી બનેલી બીજી કોઇ ઇમારત નહોતી. મકબરામાં હુમાયુ તેમજ તેમની પત્ની હમીદાબાનુની કબર રાખવામાં આવી છે. આ ઇમારતમાં પ્રવેશ માટે ૧૬ મીટર ઊંચા પાષાણ દરવાજા મૂકેલાં છે, જેની અંદર ઝીણી ઝીણી કોતરણી કરવામાં આવી છે.


કેવી રીતે જશોઃ અમદાવાદથી દિલ્હી ટ્રેનમાં મુસાફરી કરવા માટે અંદાજે 15થી 16 કલાકનો સમય લાગે છે. સ્લીપર ક્લાસનું ભાડું 515 રૂપિયા છે અને થર્ડ એસીનું ભાડું 1,500 રૂપિયા છે. અમદાવાદથી દિલ્હીની ડાયરેક્ટ ભાડું 2,000 રૂપિયા છે.

પિન્ક સિટીઃ રાજપૂતાનાનો ગુલાબી રંગ
સ્થળઃ જયપુર, રાજસ્થાન
વિશેષતાઃ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની યાદીમાં ભારતનુ બીજુ એક શહેર જોડાયુ છે. રાજસ્થાનની રાજધાની પિંક સીટી જયપુરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.રાજસ્થાન હેરિટેજ સાઇટ્સમાં ચિત્તોડગઢ, કુંભાલગઢ, જેસાલમેર, રણથંભોર અને ગાગરોનના કિલ્લોનો સમાવેશ થાય છે.


કેવી રીતે જશોઃ અમદાવાદથી જયપુર સુધી ટ્રેનનું ભાડું સેકન્ડ ACમાં 1340 રૂપિયા અને થર્ડ ACમાં 930 રૂપિયા છે.

કોણાર્ક સૂર્ય મંદિરઃ સ્થાપત્ય, ખગોળ અને જ્યોતિષનો સમન્વય
વિશેષતાઃ ઓરિસ્સામાં પુરી જિલ્લાથી લગભગ 23 મીલ દૂર ચંદ્રભાગા નદીના કિનારે આવેલું છે કોણાર્ક સૂર્ય મંદિર. તેની કલ્પના સૂર્યના રથ તરીકે કરવામાં આવી છે. રથમાં 12 જોડી વિશાળ પૈડા છે અને તેને 7 ઘોડા ખેંચે છે. આ મંદિર વાસ્તુકલા માટે પ્રખ્યાત છે.


કેવી રીતે જશોઃ પુરી રેલવે સ્ટેશનથી કોણાર્ક સૂર્ય મંદિર 38 કિમી દૂર છે. અમદાવાદથી પુરી જવા માટેની ડાયરેક્ટ 6 ટ્રેન છે. 35થી 39 કલાક જર્નીનો સમય લાગે છે.અમદાવાદથી ભુવેન્શ્વર સુધીની ફ્લાઈટ છે. ભુવેનેશ્વરથી કોણાર્ક સૂર્ય મંદિર 65 કિમી દૂર છે. ફ્લાઈટનું ભાડું 7,000 રૂપિયા છે.

( ટ્રેવેલ એજન્ટ ધવલ પઢિયાર સાથેની વાતચીતના આધારે)

X
This is India's Heritage Sites, which will provide a memorable tour experience
This is India's Heritage Sites, which will provide a memorable tour experience
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી