• Home
  • Dvb Original
  • This holiday season will see the economy improve, government will reduce IT rates: Adi Godrej

ભાસ્કર ઓરિજિનલ / આ તહેવારની સિઝનથી અર્થતંત્રમાં સુધારો જોવા મળશે, સરકાર ITના દર ઘટાડે: અદિ ગોદરેજ

અદિ ગોદરેજની ફાઇલ તસવીર
અદિ ગોદરેજની ફાઇલ તસવીર

  • 122 વર્ષ જૂના ગોદરેજ જૂથના ચેરમેને કહ્યું- સરકાર દરેક સેક્ટરમાં સુધારા માટે પગલાં ભરે
  • ઇકોનોમી સારી રીતે ચાલતી નહીં હોવાને કારણે જ જીએસટીનું કલેક્શન ઘટી રહ્યું છે

Divyabhaskar.com

Oct 17, 2019, 12:58 AM IST
મુંબઈ: ગોદરેજ જૂથના ચેરમેન 77 વર્ષીય અદિ ગોદરેજ પોતાનો મત ખુલીને વ્યક્ત કરવા માટે જાણીતા છે. 122 વર્ષ જૂનું ગોદરેજ જૂથ એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ, રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત 14 ક્ષેત્રમાં વ્યસ્ત છે. દેશના અર્થતંત્રની સ્થિતિ, તહેવારની સિઝનમાં આશા અને જૂથની યોજના અંગે મુંબઈના વિક્રોલીમાં ગોદરેજ જૂથના વડામથકે ભાસ્કરના ડેપ્યુટી એડિટર ધર્મેન્દ્રસિંહ ભદોરિયાએ અદિ ગોદરેજ સાથે વિશેષ વાતચીત કરી હતી. તે મુલાકાતના સંપાદિત અંશ...
ભાસ્કર: તમે તહેવારની સિઝનમાં અર્થતંત્રને કઈ રીતે જોઈ રહ્યાં છો?
ગોદરેજ: તહેવારની સિઝન બહુ સારી જશે. તેનાથી અર્થતંત્રમાં સુધારો જોવા મળશે. ઇકોનોમી ટર્નએરાઉન્ડ થશે. મને લાગે છે કે પ્રથમ છ માસિકની તુલનાએ બીજો છ માસિક સમયગાળો સારો રહેશે. સરકાર વધુ સુધારો કરશે તો અર્થતંત્રમાં વધુ સુધારો જોવા મળશે. સરકારે અત્યાર સુધી ઘણા સારા ઉપાય કર્યા છે પણ હજુ પણ શક્યતા છે.
ભાસ્કર: ઇકોનોમીમાં સુસ્તીથી વિવિધ ક્ષેત્રો પર શું અસર પડી શકે?
ગોદરેજ: સામાન્ય રીતે અર્થતંત્રના વિકાસની ગતિ ધીમી હોય છે. છેલ્લા ત્રિમાસિક પરિણામોમાં જ જીડીપી ગ્રોથ 5 ટકા રહ્યો છે. અમે આશા રાખીએ છીએ કે સરકાર તરફથી વિશેષ પગલાં ભરશે જેથી અર્થતંત્રમાં તેજી આવે. અર્થતંત્રધીમું છે તો તેની અસર ગોદરેજ જૂથ પર પણ પડી છે. સરેરાશ અસર તો થાય જ છે.
ભાસ્કર:​​​​​​​ અર્થતંત્રને વધુ સારો કરવા સરકારે હજુ કયા પગલાં ભરવા જોઈએ?
ગોદરેજ: સરકારે હાલમાં જ કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો છે. આ પણ સારું પગલું છે. તેવી જ રીતે અર્થતંત્રમાં સુધારા માટે હજુ વધુ પગલાં ભરવા જોઈએ. દરેક સેક્ટરની રીતે સરકારે જરૂરી પગલાં ભરવા જોઈએ. હું અત્યારે વિસ્તૃત રીતે જણાવી નહીં શકું પરંતુ સરકારે વ્યક્તિગત આવકવેરો ઓછો કરવો જોઈએ. સમયાંતરે સરકારે ઉદ્યોગોના પ્રતિનિધિને મળતાં રહેવું જોઈએ. આમ કરવાથી ઉદ્યોગોની ભલામણના આધારે વિચાર કરી પગલું ભરવું જોઈએ. વૈશ્વિક અર્થતંત્રમાં પણ સમસ્યા આવી છે. અમેરિકા-ચીનમાં પણ વેપાર સમસ્યા ચાલી રહી છે.
ભાસ્કર : ગોદરેજ સમૂહની ક્યા નવા સેક્ટરમાં પ્રવેશની યોજના છે
ગોદરેજ: નવા સેક્ટરમાં અમે પહેલાથી પ્લાન નથી કરતા. જેમ જેમ સમય આવે છે ત્યારે તેના અનુસાર યોજના બનાવીએ છીએ. ચાલુ નાણાંકિય વર્ષ દરમિયાન અમે હાઉસિંગ ફાઈનાન્સમાં આવીશું. જે દરેક રીતે હાઉસિંગને ફાઇનાન્સ માટે રહેશે.
ભાસ્કર : તહેવારોના સમય પર શું ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ગ્રૂપે કોઇ ખાસ રણનીતિ તૈયાર કરી છે ?
ગોદરેજ: તહેવારોની સિઝન નિશ્ચિત રીતે કંપનીઓ માટે એક અવસર લઇને આવે છે. અમારી દરેક કંપની અને બ્રાન્ડના મેનેજર્સે પ્રોડક્ટની હિસાબથી ગ્રાહકોને આકર્ષિત કરવા માટે અલગ-અલગ યોજના તેયાર કરી છે. તેઓ આના પર કામ કરી રહ્યાં છે. પ્રમોશન સ્કીમ્સ તૈયાર થઇ છે જેમાં ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરી
રહ્યાં છે.
ભાસ્કર : ભારત પેટ્રોલિયમ, એર ઇન્ડિયા અને કેટલીય કંપનીઓના ડિસઇનવેસ્ટમેન્ટની વાત છે, સરકારની આ સંભવિત યોજનાઓને તમે કઇ રીતે જુઓ છો ?
ગોદરેજ: સરકારનું આ સારુ પગલું હશે. સરકારને કેમ બિઝનેસમાં હોવું જોઇએ ? જ્યારે રાષ્ટ્રીયકરણ થયું તે ખોટું હતું હવે ખાનગીકરણનું વિચારે છે તે યોગ્ય છે. ઘણું ખાનગીકરણ કરી દેવું જોઇએ. ડિસઇનવેસ્ટમેન્ટ કરવાથી કંપનીઓ પણ સારૂ ચલાવે છે. મોટા ભાગની કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે અને તેઓ કંપનીઓ સારી રીતે ચલાવી રહ્યાં છે. એર ઇન્ડિયા વિશ્વની સારી એરલાઇન્સ હતી તેને નેશનલાઇઝ્ડ કરી દીધી, ત્યાર પછી એરઇન્ડિયા સારી ન ચાલી, સરકારીકરણથી ધણી નુકસાન થયું. આ ઘટશે તો આનાથી બજેટ પણ સારી રીતે ચાલશે અને સરકારને આવક પણ થશે.
ભાસ્કર : રિઝર્વ બેન્ક અને વર્લ્ડ બેન્ક જેવી વૈશ્વિક સંસ્થાઓમાં ભારતની ચાલુ નાણાંકિય વર્ષના વિકાસદરના અનુમાનમાં ઘટાડો કર્યો છે. તમારા મતે ગ્રોથ રેટ કેટલો રહી શકે છે ?
ગોદરેજ: હું અર્થશાસ્ત્રી નથી. હું આનું પૂર્વાનુમાન ન કરી શકું. પરંતુ એ જરૂર કહીશ કે પહેલા જે આશા હતી તેનાથી જીડીપી ગ્રોથ નીચો રહેશે. સરકાર સારી પોલિસી લાવશે તો અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે.
અગર સરકાર વ્યક્તિગત આવકવેરો ઘટાડે તો આવક ઘટે તે કેવી રીતે ભરપાઈ થઈ શકે
અદિ ગોદરેજે જણાવ્યુ હતુ કે, કર​​​​​​​ ઘટાડાથી ટેક્સ કલેક્શન ઓછું નહીં થાય. બલ્કે વધશે. અર્થતંત્ર સારી રીતે ચાલે તો ટેક્સ કલેક્શન વધશે. જીએસટી કલેક્શન ઘટવાનું કારણ એ છે કે અર્થતંત્ર સારી રીતે ચાલતું નથી. ટેક્સ જેટલો ઓછો હશે એટલી જ વસૂલાત વધશે અને અર્થતંત્ર આગળ વધશે. સોશિયાલિસ્ટ સમયે આવકવેરાનો દર 90 ટકા હતો અને દેશનો વૃદ્ધિદર 3 ટકા હતો.
X
અદિ ગોદરેજની ફાઇલ તસવીરઅદિ ગોદરેજની ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી