મડાગાંઠ / મુંબઈના આ 6.6 કિલોમીટરમાં જડબેસલાક સુરક્ષા વચ્ચે છૂપાયો છે મહારાષ્ટ્રના રાજકીય સંકટનો ઉકેલ  

This 6.6 km Mumbai-based security solution is hidden amidst the political crisis in Maharashtra.

  • ભાજપ દ્વારા પોતાના ધારાસભ્યોને તોડવામાં આવે એ ડરથી શિવસેનાએ લેમન ટ્રી પ્રીમિયરમાં ધારાસભ્યોને ખસેડ્યા
  • NCPએ હયાત રિજન્સીમાં, કોંગ્રેસે મેરિયોટમાં રાખ્યા, દરેક પક્ષે સુરક્ષાની ખાનગી વ્યવસ્થા ગોઠવી
  • ફ્લોર ટેસ્ટ માટે તરત હાજર કરી શકાય એ હેતુથી મુંબઈમાં જ ધારાસભ્યોનો પડાવ

Divyabhaskar.com

Nov 25, 2019, 05:33 PM IST

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ફલોર ટેસ્ટનો દિવસ હજી નક્કી થયો નથી, પરંતુ તે પહેલા પોત-પોતાના ધારાસભ્યોને બચાવી રાખવાની કવાયત ઝડપી બની છે. એક બાજુ શિવસેના, NCP અને કોંગ્રેસે 162 ધારાસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને સોપ્યો છે, જ્યારે બીજી તરફ ત્રણેય પક્ષો માટે પોતાનું સંખ્યાબળ ટકાવી રાખવાનો પડકાર છે. ભાજપ કોઈપણ રીતે પોતાના ધારાસભ્યોનો સંપર્ક ન કરી શકે એ માટે દરેક પક્ષોએ વૈભવી હોટેલ્સની સુરક્ષિત દિવાલો વચ્ચે પોતાના ધારાસભ્યોને ગોંધી દીધા છે.

શિવસેનાએ અંધેરીની હોટેલને સલામત ગણી

શરૂઆતમાં હોટેલ લલિતમાં શિવસેનાએ પોતાના 55 ધારાસભ્યોને રાખ્યા હતા. વર્લી બેઠક પરથી ચૂંટાયેલા આદિત્ય ઠાકરે માતોશ્રીથી આવ-જા કરતા હતા. પરંતુ મામલો સર્વોચ્ચ અદાલતમાં ગયા પછી શિવસેનાએ વધુ સલામત સ્થળ તરીકે અંધેરી ઈસ્ટની લેમન ટ્રી પ્રિમિયર પર પસંદગી ઉતારી છે. ઈન્ટરનેશનલ એરપોર્ટથી તદ્દન નજીક આવેલી આ હોટેલમાં શિવસેનાએ પોતાના કાર્યકરો અને ખાનગી સિક્યુરિટીની મદદથી બેહદ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. અંધેરી વિસ્તારમાં રેલવે સ્ટેશનથી લઈને એરપોર્ટ તરફના રસ્તે શિવસેનાએ કાર્યકરો ખડકી દીધા છે.

NCPના ધારાસભ્યો પણ અંધેરીમાં જ

સમગ્ર રાજકીય સંકટના કેન્દ્રમાં એનસીપી છે. અજિત પવાર પોતાના પક્ષના 36 ધારાસભ્યોને તોડવા પ્રયાસ કરશે એ ડરથી શરદ પવારે શનિવારની સાંજથી સૌને બાંદ્રા વિસ્તારની એક હોટેલમાં ખસેડ્યા હતા. સુરક્ષાના કારણોસર આ હોટેલ અનુકૂળ ન જણાતાં હવે તેમને અંધેરી ઈસ્ટની વૈભવી હયાત રિજન્સીમાં ખસેડવામાં આવ્યા છે. શિવસેનાના ધારાસભ્યો જે હોટેલમાં છે ત્યાંથી આ હોટેલ તદ્દન નજીક છે. એનસીપીએ પણ પોતાના વિશ્વાસુ કાર્યકરો ઉપરાંત ખાનગી સિક્યુરિટીની સહાયતા લીધી છે.

કોંગ્રેસે રાજસ્થાનને બદલે મુંબઈને જ સલામત ગણ્યું

કોંગ્રેસે અગાઉ પોતાના 44 ધારાસભ્યોને રાજસ્થાન મોકલવાનો નિર્ણય લીધો હતો અને એ અંગેની તડામાર તૈયારીઓ થઈ ચૂકી હતી. જોકે તાત્કાલિક ફ્લોર ટેસ્ટ લેવા અંગે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો મળે એવી આશાએ ધારાસભ્યોને મુંબઈમાં જ રાખવાનો નિર્ણય લેવાયો હતો. હાલ કોંગ્રેસના ધારાસભ્યો જેડબલ્યુ મેરિયોટમાં રોકાયા છે. જુહુ વિસ્તારની આ વિખ્યાત હોટેલમાં કોંગ્રેસે જોકે પોતે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી નથી અને હોટેલની સિક્યુરિટી પર જ મદાર રાખ્યો છે.

ધારાસભ્યો પર કડક નિગરાની

ત્રણેય પક્ષોએ ધારાસભ્યોના બહારના તમામ સંપર્ક હાલ કાપી નાંખ્યા છે. ધારાસભ્યો પાસેથી તેમના મોબાઈલ ફોન લઈ લેવાયા છે તેમજ દર પાંચ ધારાસભ્ય દીઠ બે અત્યંત વિશ્વાસુ કાર્યકર્તાને તેમની સરભરાના નામે નજર રાખવા મૂકી દેવાયા છે. પરિવારજનો સાથે વાત કરવા માટે પણ એક જ ફોનનો ઉપયોગ થાય છે. ફ્લોર ટેસ્ટનો સમય નક્કી થયા પછી જ ત્રણેય પક્ષો પોતાના ધારાસભ્યોને આ સુરક્ષિત ઘેરામાંથી બહાર કાઢશે.

X
This 6.6 km Mumbai-based security solution is hidden amidst the political crisis in Maharashtra.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી