તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેદરકારી:લખતર હાઇવેના બમ્પ ઉપર ઝિબ્રા ક્રોસિંગ પણ નથી

લખતર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

લખતર બસ સ્ટેન્ડ નજીકનાં સ્ટેટ હાઇવે ઉપર બે બમ્પ આવેલા છે બંને બમ્પ ઉબડ ખાબડ અને નિયમાનુસાર ન હોવાનું જાણવા મળે છે. તેટલું જ નહીં બમ્પ પર ઝિબ્રા ક્રોસિંગ (સફેદ પટ્ટા) પણ કરવામાં આવ્યા ન હોવાનું જોવા મળે છે.આ બંને માંથી એક બમ્પ તો વળાંકમાં જ હોવાથી લોકોમાં અકસ્માતનો ભય જોવા મળે છે. આ અંગે મુકેશભાઇએ જણાવ્યું કે આ બમ્પ વળાંકમાં હોવાથી સામેથી વાહન સ્પીડમાં આવતું હોય અને બમ્પ ઉપર ઝિબ્રા ક્રોસિંગ પણ ન હોવાથી બમ્પ ધ્યાનમાં ન આવે તો અકસ્માત થવાની સંભાવના રહેલી છે. તો આ જગ્યા ઉપર બે થી ત્રણ અકસ્માત અગાઉ થઈ ચૂક્યા હોવાનુ પણ જાણવા મળે છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી સાથે માંગણી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો