તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તસ્કરી:મંજુસર GIDCની કંપનીમાંથી રૂા.3.92 લાખના સ્ક્રેપની ચોરી

સાવલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીના સિક્યુરિટીગાર્ડ સહિત 10 કર્મીઓ સામે ફરિયાદ
  • સાવલી પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યાં

સાવલી પોલીસ મથકે ફરિયાદી પૃથ્વીરાજ કાશી રાજ પાટીલ (ઉંમર 48) રહે. સાઈનાથ હાઉસિંગ સોસાયટી વાસણા ભાયલી રોડ વડોદરાએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું છે કે તેઓ ભોપા રાઈસ મટીરીયલ સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ બોમ્બે મહારાષ્ટ્ર નામની સિકયુરિટી એજન્સીમાં એરીયા ઓફિસર તરીકે ફરજ બજાવે છે. કંપની દ્વારા મૂકવામાં આવેલું સ્ક્રેપ તરીકેના પતરા ઉત્પાદન પ્રમાણે આમાં ભંગારમાં વેચે છે. તેવી રીતે કંપનીએ છેલ્લા બે માસ દરમિયાન વેસ્ટેજ માલ પતરાનો સ્ક્રેપ તા.28-9-2020ના રોજ ગાડી ભરાવીને મોકલાવ્યો હતો. જે સ્ક્રેપ ઓછો પડતા અને ગણતરી પ્રમાણે વજન ઓછું થતા આ બાબતની જાણ કંપનીના મેનેજર અને એચઆર મેનેજર દ્વારા ફોન ઉપર જણાવેલ કે તેઓએ છેલ્લાં જે વેસ્ટેજ માલ વેચ્યો છે તે માલમાંથી આશરે 14 ટન માલ રૂા. 3.92 લાખના માલની ઘટ આવે છે. તેના કારણે સૌ પ્રથમ આ કંપનીમાં ફરજ બજાવતા તમામ સિક્યુરિટી ગાર્ડ અને ગન મેનને નોકરી પરથી છુટા કરવામાં આવ્યા છે.

તપાસ આદરી હતી અને માહિતી મેળવવા માટે કંપનીએ સીસીટીવી ફૂટેજ ચેક કરતા કંપનીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ અને 9 જેટલા કર્મચારીઓ પોતાની સેકન્ડ શિફ્ટ અને નાઈટ દરમિયાન બાઈક ઉપર સ્ક્રેપ ચોરીને લઈ જતા જણાતા સાવલી પોલીસ મથકે તમામ 10 ઇસમોે ગનમેન લાલુભાઈ કાળુભાઈ રાઠવા રહે. મોટું ફળિયું, સજવા, તા. પાવીજેતપુર જિ. છોટાઉદેપુર (2) જયેશ કુમાર અશોકભાઈ સોલંકી રહે. લટવા, તા. ડેસર સત કેવલ નગર (3) સુરેશભાઈ કાન્તીભાઈ રાઠોડ રહે. મોંકસી, તા. સાવલી (4) ધર્મેન્દ્રસિંહ નરવીર સિંહ પરમાર રહે. ગુલાબપુરા, પોઇચા, તા. સાવલી (5) સંજયભાઈ સોમાભાઈ પરમાર રહે. લાલજીપુરા સોખડા તાલુકો જિ. વડોદરા (6) વિજયસિંહ અજીતસિંહ રાણા રહે. નટવર નગર, જૂની ભાગોળ, રાણા ફળિયુ, તા. સાવલી (7) પ્રદિપસિંહ જશવંતસિંહ વડોદરા રહે. નટવરનગર ખેતરમાં તા. સાવલી (8) દિલીપસિંહ ગોતાભાઈ સોલંકી રહે. જીત નગર પોઈચા, કનોડા તા. સાવલી (9) હિરેનભાઈ સનાભાઇ ભોઈ રહે. મર ગઘાકુઇ ભાથીજીવાળુ ફળીયુ, તા. ઠાસરા જિ.ખેડા (10) છત્રસિંહ મકવાણા સામે કાર્યવાહી શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો