તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તસ્કરી:માધાપરમાં મકાનમાંથી અડધો કિલો ચાંદી તેમજ રોકડની ચોરી

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક દિવસ દરમિયાન તસ્કરો ૩૮ હજારની માલમતા ઉઠાવી ગયા

માધાપરના ઓધવબાગ પાસે આવેલા એશ્વર્યા નગરમાં એક મકાનમાંથી તસ્કરો એક જ દિવસના સમયગાળામાં ખાતર પાડી અડધો કિલો ચાંદી તેમજ રોકડ સહિત 30500ની માલમતા ઉઠાવી ગયા હતા, મકાનમાલિકે બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઇસમો સામે ફોજદારી નોંધાવી હતીસુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માધાપર ઓધવ બાગ પાસે આવેલા એશ્વર્યા નગરમાં રહેતા વિનોદભાઈ દેવશીભાઈ સોલંકીના મકાનમાંથી ગઈકાલે રાતથી આજે સુધીમાં કોઇ તસ્કરો 650 ગ્રામ ચાંદીના દાગીના, દસ હજાર રોકડા, એક ઘડિયાળ ( કિંમત 6000) અને એક બેલ્ય કિંમત 500 એમ કુલ 30500ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. મકાનમાલિકે બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઇસમો સામે ચોરીની ફોજદારી નોંધાવી હતી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરી, બાઇક ચોરી જવાના બનાવોમાં વધારો થયો છે જેથી બારાતું ચોર ટોળકી સક્રિય થઇ હોય અને આવા બનાવોને અંજામ આપી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો