તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તસ્કરી:મંજુસર જીઆઈડીસીની બામણ લોરી કંપનીમાંથી 3.92 લાખના સ્ક્રેપની ચોરી

સાવલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીના ગનમેન સહિત 10 જેટલા સિક્યુરિટી દળ સામે ફરિયાદ નોંધાઈ
  • સાવલી પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા

સાવલી પોલીસ મથકે ફરિયાદી પૃથ્વીરાજ કાશી રાજ પાટીલ (ઉંમર 48) રહે. સાઈનાથ હાઉસિંગ સોસાયટી વાસણા ભાયલી રોડ વડોદરાએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું છે કે તેઓ ભોપા રાઈસ મટીરીયલ સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ બોમ્બે મહારાષ્ટ્ર નામની સિકયુરિટી એજન્સીમાં એરીયા ઓફિસર તરીકે ફરજ બજાવે છે. જેઓની મંજુસર જીઆઈડીસીમાં આવેલ પ્લોટ નંબર 727માં બામણ લોરી લિમિટેડ કંપનીમાં બે વર્ષથી સિક્યુરિટી કોન્ટ્રાક્ટ ચાલુ છે.

તેઓ સિક્યુરિટી તરીકે કંપનીની જવાબદારીઓ સંભાળે છે. આ કંપની જુદા જુદા ગેજ પ્રમાણે ડ્રમનું ઉત્પાદન કરે છે અને ઓર્ડર પ્રમાણે વિવિધ કંપનીઓને મોકલે છે. આઠમ બનાવતી વખતે મશીનરીમાં પતરા કપાઈને તેનો વેસ્ટ માલ કંપનીમાં વજન કરીને દરરોજ કંપનીના મુખ્ય દરવાજાની બાજુમાં મૂકવામાં આવે છે. કંપની દ્વારા મૂકવામાં આવેલું સ્ક્રેપ તરીકેના પતરા ઉત્પાદન પ્રમાણે આમાં ભંગારમાં વેચે છે. તેવી રીતે કંપનીએ છેલ્લા બે માસ દરમિયાન વેસ્ટેજ માલ પતરાનો સ્ક્રેપ તા.28-9-2020ના રોજ ગાડી ભરાવીને મોકલાવ્યો હતો. જે સ્ક્રેપ ઓછો પડતા અને ગણતરી પ્રમાણે વજન ઓછું થતા આ બાબતની જાણ કંપનીના મેનેજર અને એચઆર મેનેજર દ્વારા ફોન ઉપર જણાવેલ કે તેઓએ છેલ્લાં જે વેસ્ટેજ માલ વેચ્યો છે તે માલમાંથી આશરે 14 ટન માલ રૂા. 3.92 લાખના માલની ઘટ આવે છે. તેના કારણે સૌ પ્રથમ આ કંપનીમાં ફરજ બજાવતા તમામ સિક્યુરિટી ગાર્ડ અને ગન મેનને નોકરી પરથી છુટા કરવામાં આવ્યા છે.

તપાસ આદરી હતી અને માહિતી મેળવવા માટે કંપનીએ સીસીટીવી ફૂટેજ ચેક કરતા કંપનીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ અને 9 જેટલા કર્મચારીઓ પોતાની સેકન્ડ શિફ્ટ અને નાઈટ દરમિયાન બાઈક ઉપર સ્ક્રેપ ચોરીને લઈ જતા જણાતા સાવલી પોલીસ મથકે તમામ 9 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સાવલી પોલીસે ગનમેન લાલુભાઈ કાળુભાઈ રાઠવા રહે. મોટું ફળિયું, સજવા, તા. પાવીજેતપુર જિ. છોટાઉદેપુર (2) જયેશ કુમાર અશોકભાઈ સોલંકી રહે. લટવા, તા. ડેસર સત કેવલ નગર (3) સુરેશભાઈ કાન્તીભાઈ રાઠોડ રહે. મોંકસી, તા. સાવલી (4) ધર્મેન્દ્રસિંહ નરવીર સિંહ પરમાર રહે. ગુલાબપુરા, પોઇચા, તા. સાવલી (5) સંજયભાઈ સોમાભાઈ પરમાર રહે. લાલજીપુરા સોખડા તાલુકો જિ. વડોદરા (6) વિજયસિંહ અજીતસિંહ રાણા રહે. નટવર નગર, જૂની ભાગોળ, રાણા ફળિયુ, તા. સાવલી (7) પ્રદિપસિંહ જશવંતસિંહ વડોદરા રહે. નટવરનગર ખેતરમાં તા. સાવલી (8) દિલીપસિંહ ગોતાભાઈ સોલંકી રહે. જીત નગર પોઈચા, કનોડા તા. સાવલી (9) હિરેનભાઈ સનાભાઇ ભોઈ રહે. મર ગઘાકુઇ ભાથીજીવાળુ ફળીયુ, તા. ઠાસરા જિ. ખેડા (10) છત્રસિંહ સનાભાઇ મકવાણા રહે. રાધનપુરા તાલુકો સાવલીના વિરુદ્ધ કંપનીનો 14 ટન સ્ક્રેપ પોતાની ફરજ દરમિયાન બાઈક પર ચોરી કરી જવાની ફરિયાદ નોંધાવી હતી. જેથી કુલ 10 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને સાવલી પોલીસે તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો