તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વાંછીયેલ ગામની સગીરાને ગામનો યુવક ભગાડી ગયો, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોરસદના વાંછીયેલ ગામે રહેતી એક સગીરાને ગામનો જ યુવક ભગાડી જતા ભાદરણ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બોરસદના વાંછીયેલ ગામ સ્થિત નવી કોલોની પાણીની ટાંકી પાસે રહેતી 17 વર્ષીય સગીરાને વીસ દિવસ અગાઉ રહસ્યમય સંજોગોમાં રાત્રિના સમયે ગુમ થઈ હતી. દરમિયાન, ચિંતાતુર પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. જેમાં નજીકમાં રહેતો મહેશ બચુ પરમાર અવારનવાર સગીરાને એકાંતમાં મળતો હોવાનું અને છેલ્લા બે માસથી સગીરા સાથે પ્રેમસંબંધ હોવાનું તેમને જાણવા મળ્યું હતું. સગીરાના પરિવારજનોએ મહેશના ઘરે તપાસ કરી હતી. પરંતુ મહેશનો પણ કોઈ જ પત્તો લાગ્યો નહતો. જેને પગલે તેમણે આ મામલે યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેને શોધી કાઢવાની કવાયત હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો