તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:પ્રેમિકાને અન્ય ભગાડી જતા ફરાદી શોધવા આવેલા યુવાનની થઇ હતી હત્યા

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હત્યા કરનાર આદીવાસી શખ્સની માંડવી પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં અટકાયત કરવામાં આવી

માંડવી તાલુકાના ફરાદી ગામે બે દિવસ પુર્વે વડોદરાના લેવા પટેલ યુવાનની થયેલી હત્યામાં મૃતક આદીવાસી યુવતીના પ્રેમમાં હતો, જેને અન્ય યુવક ભગાડી જતા તે શોધલા માટે અહીં આવ્યો હતો જેની નિર્મમ રીતે હત્યા કરનાર આદીવાસી યુવકની માંડવી પોલીસે ગણતરીના કલાકોમાં અટકાયત કરી ગુનાનો ભેદ ઊકેલી દીધો હતો. દોઢ વર્ષથી રેણુકા રોહીત આદીવાસી નામની ૨૮ વર્ષીય યુવતી સાથે મેળમિલાપ થઇ જતા લાંબા સમય સુધી બંને વચ્ચે પ્રેમસંબધ રહયા હતા, એ દરમિયાન પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ગામેથી યુવતી અનેય યુવક હસમુખ રાઠવા સાથે ભાગી જતા તેનો પુર્વ પ્રેમી મીત પટેલ તેને શોધવા માટે ૧૬મી તારીખે માંડવી તાલુકાના જખણીયા પાસે હરીપર પાટીયા વાડીમાં કામ કરતા હસમુખના પિતા પાસે આવ્યો હતો, હસમુખના પિતા શંકર રાઠવાને કહ્યું કે, મને મારી પ્રેમિકા શોધ આપો કાંતો ચાલો વડોદરા એવી ધાકધમકી કરી હતી.

આમ બંને મૃતકના બાઇક પર બપોરે શોધવા નિકળ્યા હતા, જ્યાં રસ્તામાં તકનો લાભ લઇ ચાલુ ગાડીએ ગરદનમાં છરીનો ઘા ઝીંકી મોતને ગાટ ઊતારી દીધો હતો. આ બાબતે શંકર રાઠવાની વિધીવત ધરપકડ કરવામાં આવી હતી. અટકાયત કરાયેલો આરોપી મુળ છોટાઉદેપુરના બોડેલી તાલુકાના મોતીપુરા ગામનો રહેવાસી છે, અને હાલ ચંદુભાઈ પટેલની હરીપુરા પાટીયા, તા. માંડવી ખાતે રહે છે. શુક્રવારે હત્યામાં મોતને ભેટેલા મિત પટેલની લાશનો કબજો તેના પરીજનો વડોદરા લઈ ગયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો