બાયડ / તબીબ યુવાનને બોલીવૂડના આલ્બમમાં ગીત ગાવાનો મોકો મળ્યો

The young man got a chance to sing in a Bollywood album

  • આવતા મહિને અનુપ ઝલોટાના​​​​​​​ આલ્બમમાં  રેકોર્ડિંગ શરૂ થશે

Divyabhaskar.com

Jan 20, 2020, 08:54 AM IST
બાયડઃ બાયડના તબીબ યુવાને ગાયકીમાં બોલીવુડમાં પગલું માંડી સમગ્ર બાયડ શહેરના નામ સાથે ઉત્તરગુજરાતનું નામ રોશન કર્યું છે. જેમાં યુવાનને બોલીવુડમાં 2 ગીત ગાવા માટે નક્કી કરાયો છે.
બાયડમાં રહેતા ખેડૂત કૌશિકભાઇ પટેલ તથા કપીલાબેન પટેલ શિક્ષકના પુત્ર ડૉ.સ્મિતને નાનપણથી જ ગીત ગાવવાનો શોખ હતો.નાનપણમાં જ પિતાએ પુત્રના શોખ ને આગળ વધારવા માટે તમામ સાધનો લઇ આપ્યા હતા.જ્યારે સમય જતાં સ્મીતને તબીબનો અભ્યાસ કરવા માટે પારૂલ યુનિ.માં એડમીશન મેળવી અભ્યાસ શરૂ કર્યો હતો.
સ્મીત પટેલનો અવાજ ભજન કલાકાર અનુપ ઝલોટાએ સાંભળતાં તુરંત સ્મિતનો સંપર્ક કરી તેને મુંબઇ બોલાવ્યો હતો. શનિવારે ડૉ.સ્મીતે અનુપ ઝલોટા, સોનુ નિગમ જેવા કલાકારો સાથે મુલાકાત કરી હતી. તેને ત્યાં ગીતો પણ ગાતા તુરંત જ નવા અનુપ ઝલોટાના આલ્બમમાં બે ગીત ગાવા માટે નક્કી કરતાં બાયડ શહેરમાં આનંદનું મોઝું ફરીવળ્યું છે. આવતા મહિને તેના બે ગીતોનું રેકોર્ડિંગ શરૂ થનાર છે.
X
The young man got a chance to sing in a Bollywood album
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી