• Home
 • National
 • The world media said because of the encounter, the trust of the police is restored

હૈદરાબાદ રેપ કેસ / વર્લ્ડ મીડિયાએ કહ્યું - એન્કાઉન્ટરને કારણે પોલીસ પર લોકોનો ભરોસો ફરી બેઠો થયો

The world media said - because of the encounter, the trust of the police is restored
The world media said - because of the encounter, the trust of the police is restored
The world media said - because of the encounter, the trust of the police is restored

 • શાંતિ : હૈદરાબાદમાં ઘટનાસ્થળે પહોંચેલા લોકોએ પોલીસના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો
 • દેશમાં શું ? :  સંસદમાં હોબાળો, કોંગ્રેસનું વોકઆઉટ, ભાજપના મીનાક્ષી લેખીએ કહ્યું - નૃશંસ ગુનેગારો ભાગશે તો નહીં બચે
 • પોલીસના વલણ અંગે દેશભરમાં પહેલા ગુસ્સો હતો, હવે જશ્નનો માહોલ

Divyabhaskar.com

Dec 07, 2019, 05:41 AM IST

નવી દિલ્હીઃ હૈદરાબાદમાં દુષ્કર્મના ચારેય આરોપીઓને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયાની ઘટના સમગ્ર દેશ સહિત દુનિયાભરમાં પણ ચર્ચામાં રહી. આ મામલે વિદેશી મીડિયાએ પણ પ્રતિક્રિયા આપી હતી. અમેરિકાના લોસ એન્જેલસ ટાઈમ્સે લખ્યું કે એન્કાઉન્ટરને કારણે લોકોનો ફરીથી પોલીસ પર ભરોસો બેઠો થયો છે. તેની સાથે સાથે સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં પણ શુક્રવારે ઉન્નાવ, માલદા અને હૈદરાબાદમાં દુષ્કર્મ મામલે જોરદાર હોબાળો થયો હતો. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે એકબાજુ રામમંદિર બનાવાઈ રહ્યું છે તો બીજી બાજુ સીતા માને આગ ચાંપવામાં આવી રહી છે. ઉન્નાવની પીડિતા 95 ટકા સુધી બળી ગઈ. દેશમાં શું થઈ રહ્યું છે. તેના પર પ્રતિક્રિયા આપતાં ભાજપ સાંસદ સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે દુષ્કર્મને સાંપ્રદાયિક રંગ આપનારા આજે ભાષણ આપી રહ્યાં છે. આવો દુસ્સાહસ પહેલાં મેં ક્યારેય નથી જોયો. તેમણે આરોપ મૂક્યો કે કેરળના બે કોંગ્રેસ સાંસદ બાયો ચઢાવી તેમની તરફ વધ્યા હતા. સ્મૃતિએ કહ્યું કે કોંગ્રેસે આ વર્તન માટે માફી માગવી જોઈએ. ઉન્નાવની વાત કરનારા પ.બંગાળના માલદાને ભૂલી ગયા. પ.બંગાળની પંચાયત ચૂંટણીમાં દુષ્કર્મને રાજકીય હથકંડો બનાવાયો હતો. કોંગ્રેસ સાંસદોએ વોકઆઉટ કર્યુ.

 • સત્તા પક્ષ : ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું કે ઉન્નાવ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ છે. હૈદરાબાદ મામલે તેમણે કહ્યું કે જો કોઈ નૃશંસ ગુનેગાર નાસશે તો પોલીસ બંદૂકનો ઉપયોગ કરશે.
 • અપના દળના અનુપ્રિયા પટેલે કહ્યું કે એવા ગુનાથી બચવા માટે સિસ્ટમનો ડર ના હોવો જોઈએ. નિર્ભયા કેસમાં મૃત્યુદંડની સજા ફટકારાઈ હતી પણ દોષિતોને હજુ સુધી સજા કરાઈ નથી.
 • વિપક્ષ : શિવસેના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે એવો કાયદો બને જેનાથી મહિલાઓ પર અત્યાચાર વિરુદ્ધ સુનાવણી સીધી સુપ્રીમકોર્ટમાં થાય.
 • તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગત રાયે કહ્યું કે અમે દર વખતે આ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. નિર્ભયા કાંડના દોષિતોને ઘટનાના સાત વર્ષ પછી પણ સજા ન થઈ. જોકે કડક સજાની જોગવાઈ છે.
 • બસપા સાંસદ દાનિશ અલીએ કહ્યું કે દુષ્કર્મના આરોપી જામીન માટે કોર્ટ જાય છે તો પોલીસ ચૂપ કેમ થઈ જાય છે. ઉન્નાવ મામલે રાજ્ય પોલીસ અને સરકારની ઇચ્છાશક્તિમાં અભાવ દેખાયો.

દેશની સ્થિતિ : પ.બંગાળમાં એક પીડિતાના પરિજનોએ કહ્યું - પોલીસે યોગ્ય કર્યુ

 • પ.બંગાળમાં કુમુદની સામૂહિક દુષ્કર્મ કેસની પીડિતાના પરિજનોએ કહ્યું કે હૈદરાબાદમાં દુષ્કર્મના દોષિતોને આવી જ રીતે મોત આપવી જોઈએ. પોલીસે યોગ્ય કામ કર્યુ. પોલીસ આવું નહીં કરે તો જઘન્ય અપરાધો વધતાં રહેશે.
 • સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વિટ કરી કે ખુશી છે કે કોઈને તો ન્યાય મળ્યો. આખરે કાયદાથી ભાગનારા ન્યાયથી કેટલી દૂર જતાં. પણ અસલ ખુશી ત્યારે થશે જ્યારે જઘન્ય અપરાધ કોઈ બહેન-દીકરી સાથે ન બને.
 • બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું કે યુપી પોલીસે હૈદરાબાદ પોલીસથી પ્રેરણા લેવી જોઇએ. દુ:ખની વાત એ છે કે યુપી પોલીસ આરોપીઓને સરકારી મહેમાન બનાવીને રાખી રહી છે. દિલ્હી અને યુપી પોલીસે પોતાની જાતને બદલવી પડશે.
 • ભાજપ નેતા અને પૂર્વ આઈપીએસ સત્યપાલ સિંહે કહ્યું કે જ્યારે આરોપી પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે એન્કાઉન્ટર ના કરવું જોઈએ. પણ હૈદરાબાદ પોલીસને શુભેચ્છા. સ્થિતિ અનુસાર કાર્યવાહી કરી.

મોટા કેસ : 2 પર સુનાવણી જારી, એકમાં 12મીએ ચુકાદો, નિર્ભયામાં દયા અરજી
દુષ્કર્મના બે મોટા કેસમાં સુનાવણી ચાલુ છે. એકમાં ચુકાદો 12 ડિસેમ્બરે આવશે. નિર્ભયા કેસમાં દયા અરજી કરાઈ છે.
ઉન્નાવ કેસ : જૂન 2017માં યુપીના ઉન્નાવની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ થયું. તેમાં ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર આરોપી છે. માર્ગ અકસ્માત પછી પીડિતા એઇમ્સમાં છે.
મુજફ્ફરપુર શેલ્ટર હોમ : બિહારના મુજફ્ફરપુર શેલ્ટર હોમમાં અનેક સગીર કિશોરીઓનું શારીરિક અને જાતિય શોષણ કરાયું. તેનો ખુલાસો 26 મે 2018માં થયો. આ કેસમાં શેલ્ટર હોમના માલિક, પીપલ્સ પાર્ટીના ધારાસભ્ય બ્રજેશ ઠાકુર અને જદયુ નેતા મંજૂ વર્મા મુખ્ય આરોપી છે.
નિર્ભયા કેસ : ડિસેમ્બર 2012માં દિલ્હીની પેરામેડિકલ વિદ્યાર્થીની સાથે સામૂહિક દુષ્કર્મ કરાયું. પછી વિદ્યાર્થીની મૃત્યુ પામી.
કથુઆ કેસ : 2018માં વિચરતી જાતિના પરિવારની 8 વર્ષીય બાળકી સાથે જમ્મુ-કાશ્મીરના કથુઆ ગામમાં સામૂહિક દુષ્કર્મ કરાયું. કેસમાં 6 આરોપી છે.

 • અમેરિકાનું લોસ એન્જેલસ ટાઇમ્સ: એન્કાઉન્ટરના કારણે પોલીસ પર લોકોને ફરી વિશ્વાસ બેઠો

એન્કાઉન્ટર બાદ લોકો પોલીસકર્મીઓને ભેટી રહ્યા હતા. તેમને ઊંચકી રહ્યા હતા. તેમની લાંબી ઉંમરના આશીર્વાદ આપતા હતા. પોલીસ પર લોકોને વિશ્વાસ બેઠો છે. પહેલા દેશમાં પોલીસ સામે ગુસ્સો હતો, હવે જશ્નનો માહોલ છે.

 • પાક.નું ડૉન: ભારતની પોલીસ સામે એન્કાઉન્ટરના આરોપ પહેલા પણ લાગ્યા છે, કાશ્મીરમાં પણ આવું થયું

ભારતીય પોલીસ સામે એન્કાઉન્ટરના આરોપ પહેલા પણ લાગ્યા છે. મુંબઇમાં ગેંગસ્ટરોને ખતમ કરવા અને પંજાબ-કાશ્મીરમાં પણ અમુક સંજોગોમાં એન્કાઉન્ટર કરાયા. ભારતમાં પોલીસ એન્કાઉન્ટર પર ફિલ્મો પણ બની ચૂકી છે.

 • કતારનું અલ જઝીરા: શું પોલીસે આરોપીઓને આખરે બચાવવા કોઇ પ્રયાસ કર્યો હશે

હજુ એ ખુલાસો નથી થયો કે પોલીસે એન્કાઉન્ટર સમયે ચારેય આરોપીને એક સાથે બાંધેલા હતા કે નહીં? ગોળીઓ ચલાવ્યા બાદ કેટલા પોલીસ અધિકારીઓએ ચારેય આરોપીને જીવતા બચાવવાનો પ્રયાસ કર્યો હશે?

 • બ્રિટનનું બીબીસી: જશ્ન વચ્ચે એ પણ વિચારો કે મહિલાઓની લડાઇ પાછળ તો નહીં છૂટી જાય

એન્કાઉન્ટર પર જશ્ન છે પણ ઘણા મહિલા અધિકાર કાર્યકરો માને છે કે આ જશ્ન મનાવતા અવાજો મહિલા અધિકારોની લડાઇને પાછળ તો નહીં લઇ જાય ને? એન્કાઉન્ટર પર ન્યાયનો ઉત્સવ મનાવનારાઓએ આ જરૂર વિચારવું જોઇએ.

X
The world media said - because of the encounter, the trust of the police is restored
The world media said - because of the encounter, the trust of the police is restored
The world media said - because of the encounter, the trust of the police is restored

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી