તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફરિયાદ:પાણીયામાં ઘર આગળથી જતાં મહિલાને માર માર્યો

લીમખેડા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેઠ જેઠાણી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

લીમખેડા તાલુકાના પાણીયા ગામના ડુંગરી ફળીયામાં રહેતા કોકીલાબેન અરવિંદભાઇ વણકર ગતરોજ સવારના સમયે ઘર નજીક આવેલા હેન્ડપંપ ઉપરથી પાણી લઇને આવતા હતા. ત્યારે તેમની જેઠાણી મંજુલાબેન તુ મારા ઘર આગળ થઇને કેમ નીકળે છે કહી ગાળો બોલતા હતા જેથી ગાળો કેમ બોલે છે તેમ કહેતા મંજુલાબેન એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરી કોકીલાબેનને પકડી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.

આ દરમિયાન જેઠ બાબુભાઇ પણ હાથાં લાકડી લઇ દોડી આવી કોકીલાબેનના ડાબા હાથના કાંડાના ભાગે મારી દેતાં બુમાબુમ કરતાં જેઠ જેઠાણી આજે તુ બજી ગઇ છે હવે પછી એકલી મળીશ તો જાનથી મારી નાખીશુ તેવી ધમકીઓ આપી તેમના ઘર તરફ જતા રહ્યા હતા. આ સંદર્ભે કોકીલાબેને લીમખેડા પોલીસ મથકે જેઠ જેઠાણી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનાની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો