તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજા:ગણદેવીમાં પતિની હત્યા કરનાર પત્ની નવસારી સબજેલમાં ધકેલાઈ

ગણદેવી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિએ પત્નીને માર મારી ઘરમાંથી નિકળી જવા કહ્યું હતું

ગણદેવીના કોશિટ ફળિયામાં શનિવારે મળસ્કે નજીવી બાબતે ઝઘડામાં પતિએ માર મારી ઘરમાંથી નીકળી જવા કહેતા ગુસ્સે ભરાયેલી પત્નીએ બે કલાક બાદ લાકડાના હાથાનાં મરણતોલ ફટકા વીંઝી દેતા નિંદ્રાધીન પતિ ઈમ્તિયાઝનું મૃત્યુ નીપજયું હતું. પડોશીની ફરિયાદ આધારે હત્યાનો ગુનો નોંધી પોલીસે આરોપી પત્ની રૂકસાનાની ધરપકડ કરી લાકડાનો હાથો કબજે લીધો હતો. રવિવારે આરોપી રૂકસાનાને નવસારી સબજેલમાં મોકલી દેવામાં આવી હતી. ગણદેવી નગરનાં કોશિટ ફળિયામાં રહેતો ઈમ્તિયાઝ અહમદ મુઝાવર અને પત્ની રૂકસાના વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો. જેમાં ઈમ્તિયાઝે પત્નીને માર મારી ઘરમાંથી નીકળી જવાનું કહેતા પત્નીએ ગુસ્સામાં મળસ્કે ત્રણેક વાગ્યાના અરસામાં ઘરમાં પડેલો લાકડાનો હાથો લઈ નિંદ્રાધીન પતિના માથા, શરીર ઉપર મરણતોલ ફટકા વીંઝી દેતા મૃત્યુ નીપજયું હતું.

વહેલી સવારે રૂકસાના પડોશીના ઘરે પહોંચી પતિ બેડ ઉપરથી પડી જતા મોતને ભેટયો હોવાની કેફિયત રજૂ કરી હતી. જે સાંભળી પડોશી ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. જ્યાં મૃતક ઈમ્તિયાઝ અને તેની બાજુમાં લોહીથી ખરડાયેલા લાકડાના હાથોને જોતા કંઈક અજુગતું બન્યાના અણસારને પગલે પાડોશી રિયાઝ અબુબકર મુઝાવારે ગણદેવી પોલીસમાં ફરિયાદ આપી હતી. જેને પગલે પોલીસ ઘટનાસ્થળે ધસી આવી રૂકસાનાની પૂછપરછ કરતા રૂકસાનાએ ગુનો કબૂલી લેતા પોલીસે તેની ધરપકડ કરી લાકડાનો હાથો કબજે લીધો હતો. પોલીસે રવિવારે આરોપી રૂકસાનાને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને નવસારી સબજેલમાં મોકલી દેવાનો હુકમ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો