તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુવિધા:સપ્ટેમ્બર સુધીમાં મતદાર યાદીમાં સુધારા વધારા થશે

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા નામ નોંધાવી કે કમી કરાવી શકાશે

મતદારયાદીને લગતી સેવાઓ માટે ચૂંટણી પંચ દ્વારા નેશનલ વોટર સર્વિસ પોર્ટલ એટલે કે www.nvsp.in‌ વેબસાઈટ પર અનેક સેવાઓ ઉપલબ્ધ છે. 01-01-2020 સુધીમાં જે વ્યક્તિએ 18 વર્ષ પૂર્ણ કર્યા હોય અને મતદારયાદીમાં નોંધણી ન થઈ હોય તો હજી પણ નામ નોંધાવવાની તક ચૂંટણી પંચ ઘર બેઠા આપે છે. 18 વર્ષ પૂર્ણ કર્યા હોય કે નવાં નામની નોંધણી કરાવવા ફોર્મ નંબર 6 ભરવું. મતદારયાદીમાંથી નામ કમી કરવા ફોર્મ નંબર 7 ભરવું.

મતદારયાદીમાં નોંધાયેલ પોતાનું નામ તથા અન્ય વિગતો સુધારવા ફોર્મ નંબર 8 ભરવું. જ્યારે ફોર્મ એક જ મત વિભાગના એક ભાગમાંથી બીજા ભાગમાં નામ તબદીલ કરવા ફોર્મ નંબર 8 (ક) ભરવું. મતદારના નામની ચકાસણી, મતદાન મથક, BLO અને મતદાર નોંધણી અધિકારીનાં નામ, સંપર્ક અને અન્ય વિગતો મેળવવા કોરોના વાયરસ થી સુરક્ષા માટે ઘર બેઠા ચૂંટણી પંચની સુવિધાનો લાભ ઓનલાઈન મેળવો. આ માટે હેલ્પ લાઈન નંબર 1950 છે જ્યારે વેબસાઈટ www.nvsp.in પરથી માહિતી મેળવી શકાય છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો