તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હાલાકી:ભેટસુડા ગામે કોઝવે પર પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા

ચોટીલા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુરવઠા મંત્રીને રજૂઆત છતાં સ્થિતિ જૈસે થે હાલતમાં

ચોટીલા તાલુકાના ભેટસુડા ગામે આવેલા કોઝવે કનેશરા ગામના ડેમનું પાણી ફરી વળતા કુંડણીગામ તરફ જવાનો એકમાત્ર રસ્તો બંધ થવાની ખેડૂતો પરેશાન થાય છે. આ અંગે સરપંચે કેબીનેટ પાણીપુરવઠા મંત્રીને રજૂઆત છતા યોગ્ય ન કરાતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઇ છે.

ભેટસુડાના કોઝવે પર કનેસરા ગામનો ડેમ ભરાતા કુડણીગામ તરફ જવા એકમાત્ર રસ્તો બંધ થયો છે. જ્યારે ભેટસુડાથી બહાર ગામ જવા બંને તરફના રસ્તા ઉપરના કોઝવે જર્જરિત હાલતમાં છે. આ અંગેની રજૂઆત ગ્રામપંચાયતના સરપંચ રળિયાતબેન ગાબુએ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને કરવામાં આવી હતી. આ અંગે કિશોરભાઈ ભાદાભાઇ કાકડીયાએ જણાવ્યું કે, ભેટસુડાથી કુડણીગામ તરફ જતા રસ્તા તરફ ભેટસુડના 45 ખેડુત ખાતેદાર છે. જે આ રસ્તા ઉપર આવન જાવન કરે છે. આ અંગે આર.એન.જી. મદદનીશ એન્જિનિયર કરીશ્માબેને જણાવ્યું હતું કે, સર્વે કરીને આગળ દરખાસ્ત મોકલીશું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો