તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Mumbai
  • The Villagers Of Sangli Used To Leave The Village To Cut Sugarcane, Now Exporting 2000 Tons Of Pomegranates

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાક:સાંગલીના ગામવાસીઓ શેરડી કાપવા ગામ છોડી જતા, હવે 2000 ટન દાડમ નિકાસ કરે છે

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફળનો આકાર, રંગ અને સ્વાદ ઉત્તમ હોવાથી દાડમના સારા ભાવ ઊપજે છે

કુટુંબનું ભરણપોષણ કરવા માટે 20-25 વર્ષ પહેલાં ગામ છોડીને શેરડી કાપવાના કામ માટે જાણીતા ખાંજોડવાડીમાંથી હવે દર વર્ષે લગભગ 2000 ટન દાડમની યુરોપમાં નિકાસ થાય છે. અતિવૃષ્ટિ અને વિવિધ પ્રકારના રોગોનો ફેલાવો હોવા છતાં આ ગામમાં 95 ટકા દાડમ નિકાસ માટે પાત્ર છે. તેથી જ રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ અને ભૂતપૂર્વ કૃષિ મંત્રી શરદ પવારે ખાંજોડવાડી જઈને ખેડૂતો સાથે સંવાદ સાધીને તેમના વખાણ કર્યા હતા. આટપાડીથી 5 કિલોમીટર અંતરે આવેલ ખાંજોડવાડી એટલે કાયમી દુકાળવાળું ગામ છે.

ક્યારેય સારો વરસાદ પડે તો જુવાર, બાજર અને કપાસનો પાક લેવામાં આવે. કુટુંબના ગુજરાન માટે સંપૂર્ણ ગામ શેરડી કાપવાના કામ માટે સાંગલી, કોલ્હાપુર જિલ્લાના સાકર પટ્ટામાં જાય. 1995માં ટેંભુ યોજનાનું પાણી ગામમાં આવ્યું અને ગામનું નસીબ પલટાયું. બજારમાં નામના થઈ. એ પછી હવે 150 કુટુંબવાળા ખાંજોડવાડી ગામમાંથી લગભગ 2000 ટન દાડમની યુરોપના દેશોમાં નિકાસ થાય છે. નિકાસમાં સતત માગ વધી રહી હોવાથી ખાંજોડવાડીનું વાર્ષિક ટર્નઓવર રૂ. 10 થી 12 કરોડ પર પહોંચ્યું છે. ખાંજોડવાડીની વસતિ 960 જણની છે. કુલ 320 હેકટરમાંથી 200 હેકટર જમીન પર દાડમના બાગ છે. સેન્દ્રિય ખાતરનો ઉપયોગ અને પાણીનું ચુસ્તતાથી નિયોજન કરવામાં આ ગામના લોકોને સફળતા મળી છે.

આધુનિક ટેકનોલોજીની મદદથી હવામાનનો યોગ્ય અંદાજ લઈને અતિવૃષ્ટિ, કરાનો વરસાદ જેવા કુદરતી સંકટથી બાગોનું સંરક્ષણ કરવામાં આવે છે. પાકમાં રોગો ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ફળનો આકાર, રંગ અને સ્વાદ ઉત્તમ હોવાથી દાડમના સારા ભાવ ઉપજે છે. કુલ ઉત્પાદનમાંથી 95 ટકા માલની નિકાસ થતી હોવાથી ખેડૂતોને ઘણો ફાયદો થાય છે.આ વર્ષે લોકડાઉન થવાથી ખેડૂતોનું નુકસાન થયું એ પછી અતિવૃષ્ટિ અને રોગોનું પ્રમાણ વધવાથી ખેડૂતો હેરાન થઈ ગયા છે.

આ સ્થિતિમાં ખાંજોડવાડીના ખેડૂતોએ બાગોનું ધ્યાન બરાબર ધ્યાન રાખ્યું. ખેતીમાં નોખી કલ્પના જોવા માટે ગામના ખેડૂતોએ રાષ્ટ્રવાદીના અધ્યક્ષ શરદ પવારને આમંત્રણ આપ્યું હતું. પવારે ત્યાં પહોંચીને ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો. તેમના પ્રયોગોની માહિતી લીધી હતી. સેન્દ્રિય ખેતી અને નિકાસની અડચણો જાણી લીધી હતી. સંકટના સમયમાં પણ બાગોને ટકાવીને નિકાસનું યોગ્ય નિયોજન કરવા માટે તેમણે ખેડૂતોના વખાણ કર્યા હતા. ખાંજોડવાડીનો આદર્શ લઈને અન્ય ગામોએ પણ ખેતીમાં જરૂરી ફેરફાર કરવાની જરૂર હોવાનો મત તેમણે વ્યક્ત કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો