તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા:400 વર્ષ પહેલા વેરાન થયેલું ખડીરનું વાવડી ગામ માત્ર લોકકથાઓમાં બચ્યું!, સિંધુ સભ્યતાના ધોળાવીરાના અવશેષો આજે પણ મોજુદ પણ વાવડીની માત્ર એક વાવ બચી

કકરવા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગામમાં વાવ હોવાથી ગામનું નામ વાવડી પડ્યુ હતું. પણ કુદરતની લીલા કેવી કે ગામમાં હવે અેક માત્ર વાવ બચી છે. પણ ગામનું નામોનિશાન નથી.
  • લોકકથા મુજબ સાધુના શ્રાપથી રબારી લોકો સ્થળાંતર કરી ગયાં : સદી ઓ બાદ પણ માતાજીના સ્થાનકે દર્શનને આવવાની પરંપરા જીવંત

એક અજાણ્યા લાગતા મુસાફરને સ્થાનિકે પૂછ્યું ‘ભાઇ કયાં ગામના ?’ સામેથી સ્થાનિક ભાષામાં જ જવાબ મળ્યો ‘ભાઇ, સૈઈ તો ઇયાંના જ ! વાવડીના મૂળ વતની’ આ ટલુ સાંભળતાની સાથે જ સ્થાનિક વ્યક્તિને ખડીરમાં અેક સમયે માનવ વસતીથી ધબકતા વાવડી ગામની લોકકથા અને ઇતિહાસ ભાળ મળી. ખડીર કચ્છનોણક વિશિષ્ટ પ્રદેશ છે. ધોળાવીરા અને જુરાસીક ખડકોના કારણે જાણિતો આ સરહદી વિસ્તાર અનેક છૂપા રહસ્યો ધરાવે છે. રણથી ઘેરાયેલા આ બેટમાં પાંચ હજાર વર્ષ જૂના શહેર ધોળાવીરાના અવશેષો મળી આવ્યા છે. પરંતુ 500થી 400 વર્ષ પહેલાના એક વાવડી ગામની માત્ર એક વાવ સિવાય કોઇ અવશેષ બચ્યાં નથી ! આ ગામ માત્ર લોકકથા અને ભાટ-ચારણોના ચોપડાઓમાં જીવંત બચ્યું છે. આ વાવડી ગામ અને તેના વિલુપ્ત થવા અંગે તપાસ કરતા રોચક જાણકારી હાથ લાગી હતી. અંદાજે 400થી 500 વર્ષ પહેલા અા ગામ માનવ વસતીથી ધબકતુ હતું. અહીં કરમટા અટકના રબારી સમાજના લોકોનો વસવાટ હતો. તેઓ પશુપાલન સાથે સંકળાયેલા હતાં. જેતે સમયે અહીં નાથ સંપ્રદાયના સાધુઓની જમાત આવી હતી. તેઓએ ગઢડામાં પડાવ નાખ્યો હતો. વાવડી ગામ સાંગવારી માતાજીની બાજુમાં પશ્ચિમિ દિશામાં ત્રણેક કિમીના અંતરે વસેલું હતું.

વરસાદના અભાવે ગઢડાના કૂવાનું પાણી સુકાઇ જતાં આ સાધુઓ પાણીની શોધમાં વાવડી પહોંચ્યા હતાં. વાવડીના યુવાનો પોતાના પશુઓ ને લઇ સીમાડામાં હતાં. માત્ર મહિલાઓ અને વડીલો ગામમાં હાજર હતાં. ગામમાં તે વખતે સેલોર વાવ (પગથિયા ધરાવતો કૂવો) હતી. તેમાંથી આ બાવાઓ પાણી ભરવા લાગ્યા હતા. પાણી ઓછું હોવાથી ગામની મહિલાઓએ સાધુઓને અટકાવ્યા. ગામ માટે પાણી ખૂબ ઓછુ હોવાથી મહિલાઓએ અન્ય ક્યાંકથી પાણી લેવા આજીજી કરી. પણ સાધુઓ ન માન્યા અને ગુસ્સે થઇ માટીના વાસણો તોડી કૂવામાં ફેંકી દીધા.

મહિલા અને વૃદ્ધો સાથે ઝઘડો પણ થયો. સાંજે યુવા વર્ગ પરત આ વતા વાતની જાણ તેઓને થઇ હતી. યુવા વર્ગ ગઢડા આવી બાવાજીઓના મહંતને ઠપકો આ પવા લાગ્યાં. મહંત આ વાતથી અજાણ હોવાથી કોઇ ખુલાસો કરી શક્યા નહીં. આ ઉશ્કેરાટમાં એક યુવાને મહંતના માથે લાકડી ટકારી દીધી. જેમાં મહંતનું મોત થયુ. તેઓએએ મરતા-મરતા શ્રાપ આપ્યો કે ‘વાવડી ગામ વેરાન બનશે’. ત્યારબાદ ગામમાં એક પછી એક આફતો આવતી ગઇ. જેના કારણે કરમટા રબારીઓએ આ ગામને કાયમ માટે છોડી દીધું. આ ઘટનાના પસ્તાવારૂપે જેતે વખતે સાંગવારી માતાજીના પાબુધામ પાસે મહંતની મૂર્તિ પણ બેસાડવામાં આવી હતી. આ કરમટા ભાઇઓના અમુક પરિવારો રાપરના લોદ્રાણી ગામે આજે પણ વસવાટ કરે છે.

થોડા વર્ષો પહેલા સુધી ગામના ખંડેરો હતાં આ અંગે રતનપર-ગઢડા ગ્રામપંચાયતના સરપંચ દશરથભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ માત્ર કોઇ દંતકથા નથી. વાવડી ગામના અનેક પુરાવા મળ્યા છે. મારા પિતા અને દાદા સાંગવારી માતાજીના અનન્ય ભક્ત હતાં. માતાજીના દર્શન માટે આવતા ભક્તો અમારા ઘરે મહેમાન બનતા. આ પૈકીના આકરમટા અટકના રબારીઓ પણ આવતા. ત્યારે આ રબારી લોકો પોતાના વાવડી ગામની વાતો કરતા. સદીઓ વતી ગઇ પણ તેઓ પોતાના વતનને ભૂલ્યા નથી અને આજે પણ આવે છે. હજુ હમણાં સુધી વાવડી ગામ જ્યાં હતુ,

ત્યાં ગામના ખંડેરો જોવા મળતા હતા. પરંતુ થોડા વર્ષો પહેલા સાંગવારી માતાજીના મેળા માટે જમીન સપાટ કરતી વખતે આ ખંડેરો પણ સાફ થઇ ગયા. રાજકોટ બાજુના વાગડીયા પટેલો પણ મુળ વાવડીના હતાં. તેનો પુરાવો એમના વહીવંચા બારોટો પાસેથી મળતા તેઓ અહીં આવ્યા હતાં. પોતાના પૂર્વજોના પાળિયા શોધી તાજેતરના વર્ષોમાં ત્યાં સુંદર મંદિર બંધાવ્યું છે.ભુજ તાલુકાના વાવડી ગામમાં પણ એક જ પરિવાર બચ્યો! યોગાનુ યોગ ભુજ તાલુકામાં પણ એક વાવડી ગામ છે. એક સમયે માનવ વસતીથી ધબકતુ આ ગામમાં પણ ખડીરના વાવડીની જેમ હવે માનવ વસતી વગરનું થવાનો ખતરો છે. કારણ કે આ ગામમાં હવે માત્ર એ ક જ પરિવાર રહે છે !

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો