રિસર્ચ / મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ બાળકોમાં એક્ઝિમા થતો અટકાવી શકતો નથી

The use of moisturizer does not prevent eczema in children

  •  એક્ઝિમા બ્રિટનમાં પાંચમાંથી એક બાળકોને થતી ત્વચાની સામાન્ય સમસ્યા છે
  •  એક્ઝિમા બાળકની ત્વચાને શુષ્ક અને નિસ્તેજ બનાવે છે

Divyabhaskar.com

Feb 25, 2020, 12:38 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, નાનાં બાળકો પર દૈનિક મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવાથી એક્ઝિમા (ખરજવું)ને અટકાવી શકાતું નથી. એક્ઝિમા એ યુકેમાં પાંચમાંથી એક બાળકોને થતી ત્વચાની સામાન્ય સમસ્યા છે. તે સામાન્ય રીતે બાલ્યાવસ્થામાં જ શરૂ થાય છે અને એક્ઝિમા બાળકની ત્વચાને શુષ્ક અને નિસ્તેજ બનાવે છે. છે. આ વિકાર ફેલાવાની સાથે ત્વચા પર લાલ ચાંઠા પડી જાય છે. ચાંઠા વધુ ઘેરા બનતા તેમાંથી લોહી પણ નીકળે છે. બાળકમાં મોટા ભાગે હાથ, ડોક, ચહેરા, કોણી તેમજ ઘૂંટણના પાછળના ભાગે આ સમસ્યા જોવા મળે છે.

બ્રિટનની યુનિવર્સિટી ઓફ નોટિંગહામના રિસર્ચના મુખ્ય ઓથર હિવેલ વિલિયમ્સના જણાવ્યા પ્રમાણે, ગંભીર એક્ઝિમાની સારવારમાં તાજેતરનાં વર્ષોમાં ઘણી પ્રગતિ થઈ છે, પરંતુ શરૂઆતના તબક્કામાં એક્ઝિમાને અટકાવવા માટેના ઉપાયો વિશે કોઈ પ્રગતિ થઈ નથી.

સંશોધકના જણાવ્યા અનુસાર, ત્વચાની ખરાબી એક્ઝિમાના વિકાસનું પહેલું કારણ હોઈ શકે છે. મોઈશ્ચરાઈઝિગ ક્રીમ ત્વચાની બાહ્ય સપાટીને સુરક્ષિત રાખે છે અને તે પાણીમાં પણ ત્વચાને સુરક્ષિત રાખે છે. અમુક ડોક્ટરો માતા-પિતાને સલાહ આપે છે કે, નવજાત શિશુઓમાં એક્ઝિમા રોકવા માટે નિયમિત મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ.

બેરિયર એનહાસમેન્ટ ફોર એક્ઝિમાં પ્રિવેન્સનસ (BEEP)દ્વારા કરવામા આવેલ રિસર્ચનો મુખ્ય હેતુ એ હતો કે, એક્ઝિમાને રોકવા માટે આ પ્રકારની સલાહ આપવામા આવે છે તેની ખરેખર યોગ્ય છે કે નહીં. શું હકીકતમાં મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવાથી એક્ઝિમાને અટકાવી શકાય છે?.

પરિણામોને ‘ધ લાન્સેટ’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવામા આવ્યા, જેમા સંશોધકોની ટીમે 1,394 નવજાત શિશુઓ જેમને એક્ઝિમા, અસ્થમા અથવા તાવ આવતો હતો તેમના પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ત્વચાના ચેપનું જોખમ વધી જાય છે
બાળકોના જૂથના બે ભાગ પાડવામાં આવ્યા હતા. એક જૂથને સલાહ આપવામાં આવી હતી કે તેઓ દરરોજ તેમના બાળકો પર મોઇશ્ચરાઇઝર લગાવે. જ્યારે બીજા જૂથને મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ નહીં કરવાની સલાહ આપવામાં આવી હતી. બંને જૂથોને ત્વચાની સામાન્ય સંભાળ રાખવાની સલાહ આપવામાં આવી હતી.

રિસર્ચનાં પરિણામોમાં એવા કોઈ પુરાવા નથી મળ્યા કે, જન્મના પહેલા વર્ષ દરમિયાન મોઈશ્ચરાઈઝરના દૈનિક ઉપયોગથી બાળકોમાં એક્ઝિમાને અટકાવી શકાય. જો કે, ત્વચામા ચેપના જોખમમાં થોડો વધારો થયો હતો. પરિણામના શરૂઆતના સંકેતો પણ દર્શાવે છે કે, આ ક્રીમનો દરરોજ ઉપયોગ કરવાથી એલર્જીનું જોખમ વધી જાય છે.


વિલિયમ્સના જણાવ્યા પ્રમાણે, જો કે, જ્યારે તે માતા-પિતા લોકો માટે નિરાશાજનક છે, જેમણે વિચાર્યું હતું કે, તેમના બાળકો માટે આ એક વિકલ્પ હતો, હવે અમે એ સલાહ આપી શકીએ છીએ કે, આ સલાહ માતા-પિતાને ન આપવામાં આવે અને અન્ય સંભવિત નિવારણ વિકલ્પો શું છે તે વિશે વિચારવામાં આવે.

X
The use of moisturizer does not prevent eczema in children

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી