તાકાત / અમેરિકાના દુનિયામાં 800 મિલિટરી બેઝ, 100 અખાતી દેશોમાં છે, જ્યાં 60-70 હજાર જવાન તહેનાત

The US has 800 military bases in 100 Gulf countries, where 60-70 thousand soldiers are deployed.

Divyabhaskar.com

Jan 05, 2020, 02:00 AM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકા મધ્ય-પશ્ચિમ (અખાતી દેશો)માં એશિયામાં 82મી એરબોર્ન બ્રિગેડના 3 હજારથી વધુ સૈનિક મોકલી રહ્યું છે. હાલ ઇરાકમાં અમેરિકાના 5200 જવાન તહેનાત છે. પેન્ટાગોનના જણાવ્યાનુસાર ઇરાન સાથે વધતી તંગદિલીને ધ્યાનમાં રાખીને 1.20 લાખ જવાન અખાતી દેશોમાં મોકલાઇ શકે છે. અમેરિકાના દુનિયાભરમાં 800 મિલિટરી બેઝ છે. તેમાંથી 100થી વધુ મધ્ય-પશ્ચિમના દેશોમાં છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યાનુસાર 60થી 70 હજાર જવાન મધ્ય-પશ્ચિમ એશિયામાં તહેનાત છે. અફઘાનિસ્તાનમાં અમેરિકાના 14 હજાર જવાન તહેનાત છે. તદુપરાંત, 8 હજાર નાટો જવાન પણ તહેનાત છે.

બહેરીન: 7 હજાર જવાન તહેનાત છે, જેમાં મોટા ભાગના નેવીના છે. તેઓ પારસના અખાતમાં શેખ ઇસા એર બેઝ અને ખલીફા ઇબ્ન સલમાન પોર્ટ પર તહેનાત છે.
ઇરાક: 5200 જવાન છે. તેમને આઇએસ વિરુદ્ધ તહેનાત કરાયા છે.
જોર્ડન: 2795 અમેરિકી જવાન અહીં આઇએસના ખાત્મા અને પ્રાદેશિક સ્થિરતા માટે તહેનાત કરાયા છે.
કુવૈત: 13 હજાર જવાન અહીં સ્થિત અમેરિકી અગ્રિમ સૈન્ય હેડક્વાર્ટરમાં છે. આ સૈનિકો કેમ્પ બ્યૂહિંગ, અલી અલ-સલેમ એર બેઝ, કેમ્પ આરિફજન, કેમ્પ પેટ્રિયટ અને શેખ અહેમદ અલ-જાબિર એર બેઝ પર તહેનાત છે.
ઓમાન: 200થી વધુ જવાન અહીં 1980થી તહેનાત છે. અહીં આઇએસ વિરુદ્ધ સાલ્લાહ અને ડ્યક પોર્ટ પર તહેનાત છે.
કતાર: 13 હજાર જવાન છે. કતાર આતંકવાદ સામેની લડાઇમાં અમેરિકાનું મુખ્ય સાથી છે. ત્યાંના અલ ઉદીદ એર બેઝ, સાયલીહ કેમ્પમાં જવાનો તહેનાત છે.
સાઉદી અરેબિયા: ગત 19 નવેમ્બરે સાઉદીમાં 3 હજાર જવાન મોકલાયા હતા.
સીરિયા: અમેરિકાનો સેન્ટ્રલ કમાન્ડ સીરિયામાં તેના સૈનિકોની માહિતી સુરક્ષાના કારણોસર જારી નથી કરી. જોકે, મીડિયા રિપોર્ટ્સ મુજબ હજુ પણ 2 હજાર જવાન તહેનાત છે. 800 તેલ સંસાધનોની સુરક્ષામાં તહેનાત છે.
તૂર્કી: અહીં કેટલા સૈનિક છે તે સ્પષ્ટ નથી. અહીં ઇજમિર, ઇનરલિક એરબેઝ છે.
યુએઇ: 5 હજાર જવાન સ્ટ્રેટ ઓફ હોર્મુજ નજીક તહેનાત છે. અહીં અલ ઢફરા એર બેઝ, પોર્ટ ઓફ જેબેલ અલી અને ફુજૈરાહ નેવલ બેઝ છે.
નોંધ: આ સિવાય પણ અમેરિકાના ઘણા મિલિટરી બેઝ છે પણ તેમના લોકેશન સુરક્ષાના કારણોસર જારી નથી કરાયાં.

X
The US has 800 military bases in 100 Gulf countries, where 60-70 thousand soldiers are deployed.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી