તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

એજન્ડા:UNનો 2030નો એજન્ડા સાર્વત્રિક શાંતિ અને ગરીબી નાબૂદ કરવાનો છે

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલમાં નાઇમુન 10ની શરૂઆત

નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવરચના આંતરાષ્ટ્રીય મોડેલ સંયુક્ત રાષ્ટ્ર નાઇમુનનું 4 દિવસીય 10માં અધિવેશનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. નાઇમુન સંમેલન 16 થી 19 સપ્ટેમ્બર દરમિયાન પહેલીવાર ઓનલાઇન યોજાઇ રહ્યું છે. જેમા ભારતભરના 7 રાજ્યોની 23 શાળાઓના 200થી વધુ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે. જેમા યુએનએફપીએના મુખ્ય મથકના નિયામક અને ચીફ ડો. ફરાહ ઉસ્માનીએે યુએનના એજન્ડા 2030 વિશે વાત કરી હતી.

જે સાર્વત્રિક શાંતિને મજબૂત બનાવવા અને તેના તમામ સ્વરૂપો અને પરિમાણોમાં ગરીબીને નાબુદ કરવાની પ્રક્રિયાની યોજના હતી. તેમણે પરિવર્તનશીલ પરિસ્થિતિ લાવવા તેમજ હોશિંયાર ઉકેલો શોધવા માટે કુશળતા અને મન વિકસાવવા અને રાષ્ટ્રના આકલનને પ્રતિક્રીયા આપવા માટે રાષ્ટ્રોએ જે રીતે સહકાર આપવો જોઇએ તે અંગેની કલ્પ્ના કરવા જણાવ્યું હતું. નાઇમુન 10માં ભાગ લેતી સમીતીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય ચિંતાઓને ધ્યાનમાં લેવાશે જેમા સમિતિઓએ તેમના હિતોને રજૂ કરતા વિવિધ દેશોના વાસ્તવિક સભ્યો હોય તેમ તેના ઉદેશ્ય ઇન ધ પસ્યુર્ટ ઓફ હ્યુમેન થકી કરે છે. નાઇમુન 10માં સમિતિઓ વિશ્વની ઘણી બાબતો પર ચર્ચા કરે છે જેમા, યુનાઇટેડ નેશન્સ સિક્યોરીટી કાઉન્સિલ અને દક્ષિણ ચીન વિરોધાભાસ પર ચર્ચા કરાશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો