રાજકોટ / અંગ્રેજી ભવનના વડાને કારણે જૂનાગઢની યુનિવર્સિટીએ સંયુક્ત કોન્ફરન્સ યોજવાનું નકાર્યું

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી - ફાઇલ તસવીર
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી - ફાઇલ તસવીર

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ઇગ્લિંશમાં એમ.ફિલ.માં પ્રવેશ
  • કોર્સ વર્કની પરીક્ષાના વિવાદ સહિતના પ્રકરણથી જૂનાગઢના ડો.ત્રિવેદીએ લીધો નિર્ણય

Divyabhaskar.com

Nov 29, 2019, 11:23 PM IST

રાજકોટઃ જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવન દ્વારા સંયુક્ત રીતે નેશનલ કોન્ફરન્સ યોજવામાં આવનાર હતી પરંતુ અંગ્રેજી ભવનના વડા ડો.સંજય મુખરજીએ છેલ્લા છ માસમાં સર્જેલા વિવિધ વિવાદોના કારણે જૂનાગઢની યુનિવર્સિટીએ નેશનલ કોન્ફરન્સ સંયુક્ત રીતે યોજવાનું માંડી વાળ્યું છે. અંગ્રેજી ભવનમાં થોડા સમય પૂર્વે એમ.ફિલ.માં પ્રવેશ મુદ્દે વિવાદ થયા બાદ પીએચ.ડી.ના કોર્સવર્કની પરીક્ષામાં પણ વિવાદ થયો હતો. જેમાં અંગ્રેજી ભવનના વડા ડો.સંજય મુખરજીએ પીએચ.ડી. કોર્સ વર્કની પરીક્ષા વિદ્યાર્થીઓને પેન્સિલથી જવાબ આપવાની ફરજ પાડ્યા બાદ એક સગર્ભા વિદ્યાર્થિનીએ તબીબોની મનાઇ છતાં ગંભીર સ્થિતિમાં કોર્સવર્કની પરીક્ષા આપી હોવા છતાં તેને ગેરહાજર જાહેર કરવામાં આવી હતી.

કુલપતિએ નોટિસ ફટકારી ખુલાસો માગ્યો
આ બાબતે ફરિયાદો ઉઠ્યા બાદ કુલપતિ ડો.નિતિન પેથાણીએ અંગ્રેજી ભવનના વડા ડો.સંજય મુખરજીને 19 મુદ્દાઓનો ખુલાસો પૂછતી નોટિસ ફટકારી છે. જે બાબતે યોગ્ય અને સંતોષકારક જવાબ ન મળ્યાની હકીકત પણ પ્રકાશમાં આવી છે. દરમિયાનમાં આ બાબત ધ્યાનમાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી જૂદી પડેલી તેના અંગસમાન જૂનાગઢ યુનિવર્સિટીના સત્તાધીશોને નાછૂટકે આકરો નિર્ણય લેવાની ફરજ પડી હતી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો.ચેતન ત્રિવેદીએ ગુરૂવારે અંગ્રેજી ભવનના પ્રોફેસર ડો.કમલ મહેતાને સાથે કાર્યક્રમ યોજવાની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી છે અને હવે આ નેશનલ કોન્ફરન્સ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી પોતે એકલી જ યોજશે તેવો નિર્ણય કરાયો છે. એક શિક્ષણવિદના કારણે એ ગ્રેડ યુનિવર્સિટીના સત્તાધીશોને નીચાજોણું થયું છે.

કાર્યક્રમના કાર્ડ પણ છપાઇ ગયા હતા
એક સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું અંગ રહી ચૂકેલી જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સત્તાધીશોએ અંગ્રેજી ભવન સાથે યોજાનાર નેશનલ કોન્ફરન્સના કાર્ડ પણ છપાવ્યા હતા અને તેમાં બન્નેના નામો સાથે હતા પરંતુ અંગ્રેજી ભવનના વિવાદના કારણે હવે એકલા જ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કર્યો છે.

X
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી - ફાઇલ તસવીરભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી - ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી