તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • The United States Will Reach An Agreement With The Taliban On February 29 Following A Long Violent Conflict

અમેરિકા લાંબા હિંસાગ્રસ્ત સંઘર્ષ બાદ તાલિબાન સાથે 29 ફેબ્રુઆરીએ સમજૂતી કરશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમેરિકી લશ્કરની અફઘાનિસ્તાનમાં હાજરી (ફાઈલ ફોટો)
  • અમેરિકા-તાલિબાન વચ્ચેની સૂચિત સમજૂતી પર ભારતની ચાંપતી નજર
  • અમેરિકી લશ્કરની ગેરહાજરીમાં અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનમાં ગેરલાભ મેળવી શકે છે
  • અફઘાનીસ્તાનમાં 2019માં ત્રણ હજાર લોકોના મોત થયા અને સાત હજાર ઘાયલ થયા : યુએન રિપોર્ટ્સ

ઈન્ટરનેશનલ ડેસ્કઃ અફઘાનિસ્તાનમાં હિંસા ઘટાડવાના ઉદ્દેશથી અમેરિકા, તાલિબાન સાથે 29 ફેબ્રુઆરીના રોજ એક સમજૂતી કરવા તૈયારી કરી રહ્યું છે. વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓએ ગઈકાલે આ અંગે માહિતી આપી હતી.
સાઉદી અરબના પ્રવાસ બાદ જારી એક નિવેદનમાં કહ્યું છે કે આ સહમતી સફળતાપૂર્વક અમલી બનાવવાથી અમેરિકા-તાલિબાન વચ્ચે કરાર પર હસ્તાક્ષરની દિશામાં આગળ વધવામાં આવે તેવી આશા છે.
અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જાવેદ ફૈઝલે જણાવ્યું હતુ કે હિંસામાં ઘટાડો 22 ફેબ્રુઆરીથી થશે અને એક સપ્તાહ સુધી તે ચાલશે.
આ આંશિક સંઘર્ષ વિરામ અફઘાનિસ્તાનમાં 18 વર્ષ કરતા વધારે સમયથી ચાલતા ભીષણ સંઘર્ષના સમયમાં એક ઐતિહાસિક પગલું હશે અને આ પ્રકારની સમજૂતી માટે યોગ્ય માર્ગ તૈયાર કરી શકાશે, જેના મારફતે સંઘર્ષનો અંત લાવી શકાશે. પોમ્પિયોએ કહ્યું હતું કે 29મી ફેબ્રુઆરીના રોજ કતારની રાજધાની દોહામાં આ સમજૂતી પર હસ્તાક્ષર થવાની આશા છે. બીજીબાજુ અમેરિકાના ટોચના નેતાઓનું કહેવું છે કે પડકાર યથાવત છે, પણ અત્યાર સુધી જે પ્રગતિ થઈ છે તેનાથી નવી આશા જન્મી છે.

ભારત તાલિબાન સાથે સમજૂતી અંગે અમેરિકા પાસેથી સ્પષ્ટતા માગશે 
અમેરિકા અને તાલિબાન વચ્ચે સમજૂતી અંગે ભારત ટ્રમ્પ પ્રશાસન પાસેથી કેટલીક સ્પષ્ટતા માંગશે. આગામી સપ્તાહમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ પર આવી રહ્યા છે ત્યારે ભારત સૂચિત US-તાલિબાન સમજૂતી અંગે કેટલીક સ્પષ્ટતા માંગી શકે છે.  ભારતને એ બાબતની ચિંતા છે કે જો અફઘાનિસ્તાનમાંથી અમેરિકા તેનું લશ્કર પાછું ખેંચશે તો પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં વ્યૂહાત્મક રીતે પગ પેસારો કરવાની તક મળશે.તાલિબાન સાથેની સૂચિત સમજૂતી અંગે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે મુનિચ સિક્યુરિટી કોન્ફરન્સ પ્રસંગે ગત 15મી ફેબ્રુઆરીના રોજ મુનિચમાં અમેરિકાના ખાસ પ્રતિનિધિ ઝલમય ખલિલઝાદ સાથે મુલાકાત કરી હતી. 
ભારત અગાઉથી અફઘાનિસ્તાનમાં અબજો ડોલરના રોકાણથી અનેક મેગા પ્રોજેક્ટ્સને પૂરા કરી ચુક્યું છે અને કેટલીક યોજના પર હજુ કામ કરી રહ્યું છે. ભારતે અફઘાનિસ્તાનને આશરે ત્રણ અબજ ડોલરની સહાયતા આપી છે,જે અંતર્ગત ત્યાં સંસદ ભવન, માર્ગો તથા બાંધકામ વગેરેનું નિર્માણ થયું છે. ભારત ત્યાં અનેક માનવીય અને વિકાસશીલ પરિયોજના પર કામ કરી રહ્યુ છે. જેને લીધે અફઘાનિસ્તાનમાં ભારતની લોકપ્રિયતામાં ઘણો વધારો થયો છે.
ભારત 116 સામૂહિક વિકાસ પરિયોજનાઓ પર કામ કરી રહ્યું છે. આ ઉપરાંત ભારતે અફઘાનિસ્તાન, મધ્ય એશિયા, રશિયા અને યુરોપના દેશો સાથે વ્યાપાર તથા સંબંધોને મજબૂત કરવા ઈરાનના ચાબહાર પોર્ટના વિકાસમાં મોટાપાયે રોકાણ કર્યું છે.જો અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવે તો ભારતની આ યોજનાઓ પર જોખમ ઉભુ થઈ શકે છે.

 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો