તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • The 'un plugged' Garba Of That Time !, The Elders Who Have Seen The 'no Nonsense' Garba Must Say Yes, Yes, What A Wonderful Garba!

નોસ્ટાલ્જિક નોરતાં:એ જમાનાના ‘અન-પ્લ્ગડ’ ગરબા!, જે વડીલોએ ‘નો નોનસેન્સ’ ગરબા જોયા છે એ જરૂર કહેશે કે હા, હોં, શું અદભૂત ગરબા થતા!

અમદાવાદ9 દિવસ પહેલાલેખક: મન્નુ શેખચલ્લી
  • કૉપી લિંક

આજના યંગસ્ટર્સને તમે કહો કે એક જમાનામાં લોકો માઇક વિના, સ્પીકર્સ વિના, ડીજે વિના, પેન ડ્રાવ વિના, ઓરકેસ્ટ્રા વિના, અરે, લાઈટો વિના અને ચણિયા-ચોળી કે કુર્તા-પજામા વિના જાણે ઘરેથી જરાક શાક લેવા નીકળ્યા હોઈએ એવાં સિમ્પલ કપડાંમાં ગરબા રમતા હતા, તો એ લોકોને થશે કે ઓકે, એવું નાનાં ગામડામાં થતું હશે.

બકા, ના હોં ! ઇન ફેક્ટ, ગામડાઓમાં તો ખરેખર ચણિયા-ચોળી-ઓઢણી, ચોયણો-ફાળિયું વગેરે પહેરીને ગરબે રમતા લોકો જોવા મળતા હતાં. આ તો શહેરો અને ટાઉન્સની વાત થાય છે. ઉલટું શહેરોમાં તો ચણિયા ચોળી ટાઈપના ગરબા ફક્ત સ્કુલોના વાર્ષિક સમારંભમાં અથવા ટાઉનહોલમાં થતી ગરબા-સ્પર્ધામાં જ જોવાં મળતાં! (બાય ધ વે, આજના વડીલોને યાદ રહેશે કે હાથમાં લાકડી અને લાકડીના છેડે જાડી થાળી જેવા આકારનું ‘ટીપણું’ નામનું એક વિચિત્ર સાધન ઝાલીને છોકરીઓ નિશાળના સિમેન્ટથી બનેલા મંચ ઉપર ફેન્સી ‘ટિપ્પણી’ નૃત્ય કરતી હતી.આજે તો એ રમૂજી નૃત્ય પ્રકાર યુ-ટયુબમાં પણ શોધ્યો જડે એમ નથી.)

બાકી જે વડીલોએ જમાનાના ‘નો નોનસેન્સ’ ગરબા જોયા છે એ લોકો જરૂર કહેશે કે હા, હોં, શું અદભૂત ગરબા થતા હતા! અરે અદભૂત બદભૂત તો તમે જાણો, પણ ભૈશાબ, બહુ મહેનત કરાવતા હતા એ ગરબા! એક તો માઈક-બાઈક કશું નહીં, એટલે જે બહેનો ગરબા ગવડાવતી હોય તેણે ગરબે રમતાં પણ જવાનું અને ગાતાં પણ જવાનું. સૌને સરખી રીતે સંભળાય એટલા માટે ચાર-પાંચ બહેનો સાથે મળીને ગાતાં. આમાં આજની જનરેશન માટે સૌથી મોટી ચેલેન્જ એ ગણાય કે બધાંએ બધા ગરબા ‘મોઢે’ કરવા પડે! (અહીં ફિલ્મી ગાયનો આખાં નથી આવડતાં ત્યાં ગરબાઓ શી રીતે યાદ રાખવાના?)

અમુક શેરીઓમાં માત્ર બહેનો જ ગરબે રમતી, જયારે અમુક શહેરી તથા ગ્રામીણ લતાઓ, કોલોનીઓ કે સોસાયટીઓમાં (તે વખતે સોસાયટીઓ નવી નવી હતી) પુરુષો પણ સાથે ગરબે રમતા. અહીં નિયમ તો સેઈમ હતો કે ભઈ, ગવડાવનારે જોડે જોડે રમવાનું તો ખરું જ! હા,અમુક પુરુષ-મંડળીઓ એવી હતી જે મૂળે ભજન-મંડળીઓ પણ હતી, એ લોકો માતાજીના ફોટા પાસે જ્યાં પેલી ગરબીઓ રાખી હોય ત્યાં નજીક બેસીને ઢોલક, તબલાં, મંજીરા અને પખવાજના તાલે ગરબા ગવડાવતા. હવે કહો, તબલાં અને નરઘાંમાં શું ફેર? અહીં જુવાનિયાઓને સમજાવું કે બકા, જેમ તમારા ડ્રમ અને ઓક્ટાપેડ અલગ વાજિંત્રો છે ને, એ રીતે તબલાં અને નરઘાં અલગ હોય. જોકે દેખાવમાં બન્ને સરખાં જ લાગે પણ તબલાંનું ઊંચું ઊંચું તુંબડું ‘તિરકીટ-તુમ, તિરકીટ-તુમ’ વાગે અને બાંયું (એટલે કે બેઠા ઘાટનું તુંબડું) ‘ઘા, ઘા, ધૂઉંમ, ઘૂઉં’ વગેરે અવાજો કાઢી શકે. જયારે નરઘામાં બાંયું હોય ને ‘ધુમ્બ ધુમ્બા ધુમ્બ’ એવા જ અવાજો કરે અને દાયું(ઊભું) ‘તુમ્બ તુમ્બા તુંમ્બ’ એવા અવાજો કાઢે.

આ નરઘાંવાળું ઓરકેસ્ટ્રા પણ યુ-ટયુબમાં શોધવું મુશ્કેલ છે, પણ છોડો. જ્યાં એક તાળી અને ત્રણ તાળી સિવાયના કોઈ બીજા તાલ ના હોય, જ્યાં ડાંડિયામાં પંદર, અઢાર કે એકવીસ સ્ટેપને બદલે માત્ર અઢી સ્ટેપ બબ્બે વાર રીપીટ થતાં હોય અને જેને લાઈટની ‘જોરદાર’ ફેસિલીટી કહેવાતી હોય ત્યાં હકીકતમાં 100 વોલ્ટનો ગોળો જ હોય, બાકી તો પેટ્રોમેક્સ કે ફાનસના અજવાળે ગરબા રમતા હોય (અરે, એકપણ ફિલ્મી ટ્યુનનો ગરબો ના હોય) ત્યાં આજના વડીલોને શું મજા પડતી હશે?

- એ સવાલનો જવાબ વડીલો એક જ રીતે આપશે:
‘બકા, તને નહીં સમજાય!’
Email: mannu41955@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો