તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુવિધા:ઊંઝાના ઉમિયા મંદિરને રોજ 48 હજાર લિટર ધરોઇનું પાણી મળશે

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિર સંસ્થાન દ્વારા જળ વધામણાં કરાયાં
  • પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાઇપલાઇન જોડાણ અપાયું

ઊંઝા ઉમિયા માતાજીના મંદિરે શનિવારે પ્રથમ નોરતે ધરોઇનું પાણી પહોંચતાં હોદ્દેદારોએ વધામણાં કર્યા હતાં. હવે મંદિરને રોજ 48 હજાર લિટર ધરોઇનું પાણી મળશે. ઉમિયા માતાજી મંદિરે ઉનાળામાં રોજ 500 જેટલા દર્શનાર્થીઓ તેમજ ભોજનાલયમાં એકાદ હજાર વ્યક્તિઓનું રસોડું ચાલતું હોય છે. જેમાં પાણીની ખેંચ વચ્ચે ગત વર્ષે ઉનાળામાં મંદિરનો વર્ષો જૂનો પાણીનો બોર બગડ્યો હતો.

આથી સંસ્થાન તરફથી ધરોઇના પાણી માટે માંગણી કરાતાં પાણી પુરવઠા બોર્ડના અધિકારી પી.આઇ. પટેલના સહયોગથી મંજૂરી મળતાં દાસજ હેડવર્કસમાં ધરોઇ ડેમનું શુદ્ધ પાણી આવી રહ્યું હોઇ દાસજથી ઉનાવા તરફ જતી લાઇન મારફતે નવા મિયાધામ રોડ આગળ કનેકશન અપાયુ છે. ત્યાંથી ઉમિયા માતાજી સંસ્થાન તરફથી રૂ.10 લાખનો ખર્ચ કરી 500 મીટર લાઇન ઉમિયા મંદિર સુધી નાંખી વોટરમીટર મૂકાયું છે. જેમાં 1000 લિટર પાણી રૂ.10 લેખે દૈનિક રૂ.480માં 48 હજાર લિટર ધરોઇનું શુદ્ધ પાણી મંદિરને મળતાં સંસ્થાનના પ્રમુખ મણિભાઇ મમ્મી, મંત્રી દિલીપભાઇ નેતાજીના હસ્તે પાણીનાં વધામણાં કરાયાં હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો