તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અકસ્માત:ટ્રકની ટક્કરથી ગરનાળાની ગર્ડર તુટી પડતા વૃદ્ધના બંને પગ કપાયા

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરાછા પોલીસે ટ્રકચાલક સામે ગુનો દાખલ કર્યો

વરાછા પોદ્દાર આર્કેડ તરફથી પુરપાટ ઝડપે આવતી એક ટ્રકના ચાલકે ખાંડ બજાર ગરનાળા પાસે પાલિકા દ્વારા લગાડવામાં આવેલી ગર્ડરને ટક્કર મારતા ધડાકા ભેર તુટી પડી હતી. જે નીચે પેટીયુ રડવા બેસેલા વૃદ્ધ મોચી પર પડતા પગ કપાઈ ગયા હતા. લિંબાયત સંજય નગરમાં રહેતા શ્રીરામ નામદેવ બાવીસ્કર (60) ખાંડ બજાર ગરનાળા પાસે બુટ-ચંપલ સીવીને ગુજરાન ચલાવે છે. બુધવારે ટ્રક ગર્ડર સાથે ભટકાતા ભારે ભરખમ ગર્ડર તેમના પર તુટી પડતા બન્ને પગ કપાઈ ગયા હોય તેવી ગંભીર હાલત થઈ હતી. દુર્ઘટના બાદ ગરનાળાનો રસ્તો બંધ થઈ જતા ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. બીજી તરફ ફાયર બ્રિગેડને કોઈકે જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગર્ડર હટાવી શ્રીરામભાઈને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાંથી તેમને વધુ સારવાર માટે તેમનો પુત્ર ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો છે.

ગર્ડર પડવાના કારણે શ્રીરામભાઈના બન્ને પગમાં ગંભીર ઈજા થઈ હોવાથી તેમના પગ બચાવવા મુશ્કેલ થઈ ગયા છે. હાલ ખાનગી હોસ્પિટલમાં તબીબો દ્વારા તાત્કાલિક ઓપરેશન કરવાની તજવીજ હાથ ધરી છે. બનાવ અંગે વરાછા પોલીસે ટ્રક ચાલક ભગવાનદાસ રામસજીવન મોર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો