ફરિયાદ:કડોદરા CNG કટ પાસે હોમગાર્ડને ટ્રક ચાલકે જાનથી મારવા ધમકી આપી

પલસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાઇવે પર બેફામ આવતી ટ્રકને ટકાવવા જતા માથાભારે ટ્રક ડ્રાઇવરે હોમગાર્ડ સાથે બોલાચાલી કરી શર્ટનો કોલર પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યો હતો ઘટના અંગે હોમગાર્ડ જવાને કડોદરા પોલીસમાં ફરિયાદ આપી હતી.

મળતી માહિતી અનુસાર કડોદરા પોલીસ મથક વિસ્તારમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતાં પરમજીત અમરીતસિંગ સુલારીયા (ઉ.વ.28) ( રહે.આર કે.એપાર્ટમેન્ટ સ્ટેશન રોડ ચલથાણ તા.પલસાણા જી.સુરત) નાઓ બુધવારે બપોરમાં સમયે ને.હા.48 પરના કડોદરા CNG કટ પર ટ્રાફિક નિયમન માટે ફરજ પર હાજર હતા.

જે દરમીયાન બપોરના સમયે મુંબઈ તરફથી અમદાવાદ તરફના ટ્રેક પર મુંબઈ તરફથી બેફામ ગફલત રીતે આવતા ટ્રેલર નંબર (RJ 09 GB 8038) ના ચાલકને અટકાવવા જતા વાહન નહિ થોભાવી આગળ ભાગી છૂટ્યો હતો હોમગાર્ડ તેંના સહકર્મચારીઓ સાથે મોટરસાયકલ પર પીછો કરી ઉંભેળ ગામની સીમમાં પકડતા ટ્રક ડ્રાઇવર નીચે ઉતરી હોમગાર્ડને ગાળો કોલર પકડી ખેંચી વર્દીના બટલ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે અંગે હોમગાર્ડ જવાને ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરજમાં અડચણ અને રૂકાવટ ઉભી કરવા અંગેના ધારાધોરણ હેઠળ કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...