સુપ્રીમ કોર્ટ / રામ જન્મભૂમિ મામલામાં દાખલ કરવામાં આવેલી 18 રિવ્યૂ અરજીઓ ફગાવાઈ, મોટાભાગની અરજીઓ મુસ્લિમ પક્ષકારોની હતી

સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં વિવાદિત જમીન પર મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો.- ફાઈલ ફોટો
સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં વિવાદિત જમીન પર મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો.- ફાઈલ ફોટો
સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ

  • સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે અયોધ્યા ભૂમિ વિવાદ મામલામાં ચુકાદો આપ્યો હતો.
  • નિર્મોહી અખાડાએ રામ મંદિરના ટ્રસ્ટમાં પોતાની ભૂમિકા નક્કી કરવાની માંગ કરી હતી
  • જમીયતના સેક્રેટરી મૌલાના સૈયદ રશીદે કહ્યું હતું કે ચુકાદામાં ઘણી ક્ષતિઓ છે

Divyabhaskar.com

Dec 12, 2019, 06:06 PM IST

નવી દિલ્હીઃ અયોધ્યા મામલામાં દાખલ કરવામાં આવેલી રિવ્યૂ અરજીઓ પર સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ચૂકાદો આપ્યો હતો. આ કેસમાં દાખલ કરવામાં આવેલી તમામ રિવ્યૂ અરજીઓને ફગાવી દેવામાં આવી હતી. બંધ ચેમ્બરમાં પાંચ જજની ખંડપીઠે 18 અરજીઓ પર સુનાવણી કરી અને તમામ અરજીઓને ફગાવી દીધી હતી. આ મામલામાં 9 અરજીઓ પક્ષકારોઓ અને 9 અન્ય અરજીઓ અરજદારો તરફથી કરવામાં આવી હતી. આ પૈકીની મોટાભાગની અરજીઓ અસંતુષ્ટ મુસ્લિમ પક્ષકારોની હતી.

સાથે જ આ અરજીઓના મેરિટ પર પણ વિચાર કરવામાં આવ્યો હતો. આ પહેલા નિર્મોહી અખાડાએ પણ રિવ્યું અરજી દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. નિર્મોહી અખાડાએ તેની અરજીમાં કહ્યું હતું કે આ નિર્ણયના એક મહિના બાદ પણ રામ મંદિર ટ્રસ્ટમાં તેમની ભૂમિકા નક્કી નથી. કોર્ટ આ મામલામાં સ્પષ્ટ આદેશ આપે.

ચીફ જસ્ટિસ એસ એ બોબડેની સાથે જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ અબ્દુલ નજીર અને સંજીવ ખન્નાની ખંડપીઠે સમક્ષ આ અરજીઓની સુનાવણી હાથધરાઈ હતી. સુનાવણી બપોરે 1.40 વાગ્યાથી શરૂ થઈ, જે બંધ રૂમમાં થઈ હતી.

આ ખંડપીઠમાં જસ્ટિસ સંજીવ ખન્ના નવો ચહેરો હતા. પ્રથમ બેન્ચની આગેવાની કરનાર તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ રિટાયર્ડ થઈ ચૂક્યા છે. સંજીવ ખન્નાએ તેમનું સ્થાન લીધુ છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ મામલામાં 9 નવેમ્બરે ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે વિવાદિત જમીન રામલલાને એટલે કે રામ મંદિર બનાવવા આપવા માટેનો નિર્ણય કર્યો હતો.

X
સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં વિવાદિત જમીન પર મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો.- ફાઈલ ફોટોસુપ્રીમ કોર્ટે ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં વિવાદિત જમીન પર મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો.- ફાઈલ ફોટો
સુપ્રીમ કોર્ટસુપ્રીમ કોર્ટ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી