દોડધામ / વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનનું ડિઝન એન્જિન પાટા પરથી ઉતરી ગયું, હાઇડ્રોલિક મશીનથી એન્જિનને પાટા પર ચડાવ્યું

  • એન્જિનને પાટા પર ચડાવવા રેલવેના 200 કર્મચારીઓ કામ લાગ્યા હતા

divyabhaskar.com

May 27, 2019, 02:55 PM IST

વડોદરા: રવિવારે મોડી રાત્રે વડોદરા રેલવે સ્ટેશન પાસે ડિઝલ એન્જિન પાટા ઉપરથી ઉતરી જતા રેલવે તંત્રમાં દોડધામ થઇ ગઇ હતી. આ એન્જિન નિઝામુદ્દીન-ત્રિવેન્દ્રમ રાજધાની એક્સપ્રેસમાં લગાવવાનું હતું. એન્જિનને તૈયાર કરવામાં આવી રહ્યું હતું, ત્યારે પાટા ઉપરથી એન્જિનનું આગળનું વ્હીલ પાટા ઉપરથી ઉતરી પડ્યું હતું.

ટ્રેનોના સમયને કોઇ અસર થઇ નહોતી
વેસ્ટર્ન રેલવેના વડોદરા ડિવિઝનના પી.આર.ઓ. ખેમરાજ મીનાએ જણાવ્યું હતું કે, મોડી રાત્રે વડોદરા રેલવે સ્ટેશન પાસે ડિઝલ એન્જિન પાટા ઉપરથી ઉતરી ગયું હતું. તુરંત જ રેલવે ટેક્નિકલ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. અને રેલવે એન્જિનને હાઇડ્રોલિક મશીન સહિત અન્ય મશીનરીનો ઉપયોગ કરીને ટ્રેક ઉપર મૂકી દેવામાં આવ્યું હતું. આ ઘટનાથી કોઇ અન્ય ટ્રેનોના સમયને કોઇ અસર થઇ નથી.

ટ્રેક પર સમારકામ ચાલતુ હોવાથી બ્લોક કરવામાં આવ્યો હતો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાત્રે વડોદરા આવતા નિઝામુદ્દીન-ત્રિવેન્દ્રમ રાજધાની એક્સપ્રેસમાં વડોદરા ખાતે ડિઝલ એન્જિન લગાવવામાં આવે છે. તે માટે સ્ટાફ દ્વારા તૈયારી કરવામાં આવી રહી હતી, ત્યારે ડિઝલ એન્જિનનું આગળનું વ્હીલ પાટા ઉપરથી નીચે ઉતરી ગયું હતું. પ્લેટ ફોર્મ નંબર-1ના ટ્રેક ઉપર સમારકામ ચાલતુ હોવાથી બ્લોક કરવામાં આવ્યો હતો. જેથી વડોદરા સ્ટેશન ઉપર આવતી કોઇ ટ્રેનોના સમય ઉપર અસર પડી ન હતી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી